રાંચીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, હેમંત-રાહુલ-તેજસ્વીના પૂતળાં બાળ્યા
Jharkhand: ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષામાં ગડબડ સામે રાંચીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ હવે પોતાની માગણીઓને લઈને કડક મૂડમાં આવી ગયા છે. વિદ્યાર્થીઓએ આજે (રવિવારે) રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું પૂતળા દહન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આજે સમગ્ર ઝારખંડમાં પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ, વિદ્યાર્થીઓએ 20 ઓગસ્ટે CM આવાસ ઘેરવાની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીઓએ હેમંત સરકારને આપ્યું 18 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ
જણાવી દઈએ કે ઝારખંડ સરકારે અત્યાર સુધી કોઈ ઔપચારિક વાતચીત કરી નથી. આજે SDO અને ADM ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓના હાલચાલ પૂછવા પહોંચ્યા હતા. મીટિંગ અંગે કોઈ વાત થઈ નથી. સરકારને 18 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. નહિતર ઝારખંડના લાખો વિદ્યાર્થીઓ 20 ઓગસ્ટે હેમંત સોરેન પાસેથી જવાબ માંગવા તેમના આવાસ પર જશે અને ઘેરાવ કરશે.
વિદ્યાર્થીઓની માગણીઓ માનવા તૈયાર નથી હેમંત સરકાર
ઉલ્લેખનીય છે કે ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો (પ્રોટેસ્ટ) આજે 23મો દિવસ છે. 22 દિવસ સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યા બાદ હવે વિદ્યાર્થીઓએ પોતાનો વલણ બદલી નાખ્યો છે. વિદ્યાર્થીઓની હાલત બગડી રહી છે પરંતુ હેમંત સોરેન સરકાર વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારવા તૈયાર નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિદ્યાર્થીઓએ કરી હેમંત સોરેનના રાજીનામાની માગણી
વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ હવે ગાંધીજીના નહીં પણ ભગતસિંહોના માર્ગે આગળ વધશે. આ જ કડીમાં વિદ્યાર્થીઓએ CM હેમંત સોરેન, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પૂતળા દહન કર્યા હતા. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ હવે હેમંત સોરેનનું રાજીનામું પણ માંગવા લાગ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. આ પહેલા 15 ઓગસ્ટે રાંચીની હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો સાથે ધક્કામુક્કી અને મારપીટના સમાચાર સામે આવ્યા હતા.
સરકારની ઉદાસીનતાથી નારાજ થયા અનશન કરી રહેલા વિદ્યાર્થીઓ
ઝારખંડ સરકારની ઉદાસીનતા અને નિષ્ઠુરતાથી અનશન પર બેઠેલા વિદ્યાર્થીઓમાં નારાજગીની સાથે સાથે નિરાશા પણ છે. અનશન પર બેઠેલા એક વિદ્યાર્થી પ્રેમ નાયકનું આજે દર્દ છલકાઈ આવ્યું હતું. તેમણે કહ્યું કે “હું વધુ દિવસો નહીં બચું”, પરંતુ ન તો પ્રેમ નાયક પોતાનું અનશન પૂરું કરવા તૈયાર છે અને ન તો તેમના અન્ય સાથીઓ. પ્રેમ નાયકે ભાવુક અપીલ કરતાં કહ્યું કે તેમના શરીરમાં હવે વધુ તાકાત બચી નથી. શું જ્યારે અમે મરી જઈશું ત્યારે સરકાર અમારો અવાજ સાંભળશે?
આ પણ વાંચો:શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો મારો: દેશની ટોચની 5 કંપનીઓના માર્કેટ કેપમાં ₹1 લાખ કરોડનો કડાકો
આ પણ વાંચો:ના તોડફોડ, ના દીવાલ પર ટીંગાડવાની ઝંઝટ, ગમે ત્યાં લગાવી શકશો આ RO












