અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: પ્રેમી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે યુવતીએ 14માં માળેથી છલાંગ લગાવી; બ્લેકમેલર અને પ્રેમી સહિત બેની ધરપકડ

5 જૂન 2025 અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ સોસાયટીમાં પ્રેમી સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થવાના ડરે 14માં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. જોકે વિડિયો વાયરલ કરવાની ધમકી તેના પ્રેમીનો મિત્ર આપી રહ્યો હતો જે બાબતે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે અંગે એસીપી ડીવી રાણાએ પત્રકારો સાથે વાત કરી હતી.

પ્રેમી અને બ્લેકમેલરની પોલીસે ધરપકડ કરી
ACP ડીવી રાણાના જણાવ્યા મુજબ પ્રેમિકા સાથેની અંગતપળોનો વિડીયો પ્રેમીએ તેના મિત્રોને આપી દેતા યુવતીને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. જેમાં પ્રેમ સંબંધમાં દગો મળ્યાનો એક ચોકાવનારો કિસ્સો આજે સામે આવી રહ્યો છે. વિગતની વાત કરીએ તો ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં 14માં માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષે યુવતી જયશ્રી (નામ બદલ્યું છે)નું મોત નિપજ્યું પડ્યું છે. જોકે આ મામલે ચાંદખેડા પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા પોલીસે સમાધાન કરાવ્યું હતું
ACP રાણાએ જણાવ્યું હતું કે જયશ્રી અમદાવાદના સાણંદ તાલુકાની વતની છે. જે તેની મિત્ર સાથે બહાર ગઈ હતી જે બાદ મિત્રોએ મૃતકની બહેનપણીને ફોન કરીને આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી. ખાસ કરીને વધુ વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વિડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વિડીયો ડીલીટ કરાવાયા હતા. જે તે સમયે બંને પક્ષે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વિડીયો વાયરલ થઈ જશે જે અંગે પોલીસે ગુનો નોંધી હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ એક આરોપી હાર્દિકની શોધખોળ હાથ ધરી છે.

મૃતકને મળવા બોલાવી બ્લેકમેલરે ન્યૂડ વિડીયો બતાવ્યો
આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ જણાવતા ACP રાણાએ કહ્યું કે મૃતક જયશ્રીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ જયશ્રીને ફોન કરીને કહ્યું હતું કે તમારો એક વિડીયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે આવીને મળો. જેથી મીનાક્ષી તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલ લોક પાસે ગયા હતા, જ્યાં હાર્દિક રબારી હાજર હતો તેણે જયશ્રીને મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વિડીયો બતાવ્યો હતો. આ જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વિડીયો હાર્દિકે મોહિતના મોબાઈલ માંથી લીધો હોવાનું જણાવ્યું હતું.

Back to top button