ટ્રેન્ડિંગનેશનલ

ICICI બેન્કનું યુ-ટર્ન: મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો હવે ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે

નવી દિલ્હીઃ 13 ઓગસ્ટ, 2025: ICICI Bank Rule: ICICI બેંકે તેના ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે અને નવા ગ્રાહકો માટે તાજેતરમાં વધારવામાં આવેલી મિનિમમ એકાઉન્ટ બેલેન્સની મર્યાદા ઘટાડી દીધી છે. બેંક તરફથી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે, હવે બચત ખાતાના મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) ના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા છે અને ગ્રાહકોને રાહત આપતાં, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં આ મર્યાદા 50,000 રૂપિયાથી ઘટાડીને માત્ર 15,000 રૂપિયા કરવામાં આવી છે.

બેંકે લીધો મહત્ત્વનો નિર્ણય

મેટ્રો અને શહેરી વિસ્તારોમાં બચત ખાતાઓમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે અર્ધ-શહેરી વિસ્તારોમાં તે 25,000 રૂપિયાથી ઘટાડીને 7,500 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 10,000 રૂપિયાથી ઘટાડીને 2,500 રૂપિયા કરવામાં આવી છે. જોકે, બેંકે સ્પષ્ટતા કરી છે કે જો ગ્રાહકો તેમના ખાતામાં નિર્ધારિત મર્યાદા કરતા ઓછું બેલેન્સ રાખે છે, તો તેમને દંડ ચૂકવવો પડશે.

નિયમોમાં કરાયો ફેરફાર

નોંધનીય છે કે, તાજેતરમાં ICICI બેંકે પોતાના નિયમોમાં ફેરફાર કરતી વખતે બચત ખાતામાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સમાં વધારો કર્યો હતો અને પહેલાની સરખામણીમાં 5 ગણો વધારો કર્યો હતો. આ ફેરફાર પછી, ખાતામાં 10,000 રૂપિયાને બદલે ઓછામાં ઓછા 50,000 રૂપિયા રાખવા ફરજિયાત બનાવવામાં આવ્યુ હતું. બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મિનિમમ એકાઉન્ટ બેલેન્સ સંબંધિત આ ફેરફારો ફક્ત તે ખાતાઓ પર જ લાગુ કરવામાં આવી રહ્યા છે જે આ ફેરફારના અમલીકરણની તારીખથી ખોલવામાં આવ્યા છે. એટલે કે, 1 ઓગસ્ટથી. ત્યારબાદથી જ સતત તેનો વિરોધ થઈ રહ્યો હતો.

હવે બેંક તરફથી માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોના પ્રતિસાદના આધારે, મિનિમમ એકાઉન્ટ બેલેન્સની મર્યાદા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોના પર લાગુ થશે આ નિયમ?

નોંધનીય છે કે, વધેલી મર્યાદા 1 ઓગસ્ટથી અમલમાં મૂકવામાં આવી હતી અને ઘટાડેલી મર્યાદા પણ તે જ તારીખથી લાગુ કરવામાં આવી છે. આ સાથે, ICICI બેંક દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે નવી મર્યાદા પગાર ખાતા, વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોના ખાતા પર લાગુ થશે નહીં, ન તો 31 જુલાઈ પહેલા ખોલવામાં આવેલા બેંક ખાતાઓ માટે નવો નિયમ લાગુ થશે.

આ પણ વાંચોઃ અસિત મોદીએ દયા બેનનો રાખડી બાંધતો વીડિયો શેર કર્યો, જેનિફર મિસ્ત્રીએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ જ્યારે મહાત્મા ગાંધીએ 60 શ્વાનને મારવાની આપી સંમતિ, જાણો શું હતું ઓછું પાપ અને વધુ પાપની દલીલ

Back to top button