હું પિત્ઝા નથી કે બધાને ખુશ કરી શકું, શેફાલી શાહે જણાવ્યું કેમ પહેલા લગ્ન તોડવાનો નિર્ણય લીધો

- શેફાલીએ કહ્યું કોઈએ મને કહ્યું નહીં કે તમે પર્યાપ્ત છો. તમારે કમ્પ્લીટ હોવા માટે પતિ, મિત્ર, ભાઈ કે બહેનની જરૂર નથી
HD ન્યુઝ ડેસ્કઃ દિલ્હી ક્રાઈમ ફેમ શેફાલી શાહ Shefali Shah ઘણીવાર તેના પહેલા લગ્ન વિશે વાત કરે છે. વિપુલ શાહ પહેલા તેના લગ્ન હર્ષ છાયા સાથે થયા હતા. હર્ષ સાથેના તેના સંબંધો સારા નહોતા. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં શેફાલીએ ભૂતકાળને યાદ કર્યો હતો. તેણે સમજાવ્યું કે તેના પહેલા લગ્ન દરમિયાન તેને લાગ્યું હતું કે તે મરી જશે અને તે સહન કરી શકશે નહીં. તેને ડર હતો કે તેના બીજા લગ્નમાં પણ તેવું થઈ શકે, પરંતુ તેણે એ જોખમ લીધું.
ખરાબ સમયે મને મારી કિંમત સમજાવી
શેફાલી ઝૂમની યુટ્યુબ ચેનલ સાથે વાત કરી રહી હતી. તેણે તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે સમય યાદ કર્યો. શેફાલીએ કહ્યું કોઈએ મને કહ્યું નહીં કે તમે પર્યાપ્ત છો. તમારે કમ્પ્લીટ હોવા માટે પતિ, મિત્ર, ભાઈ કે બહેનની જરૂર નથી. તમે પૂરતા છો. તેથી જો તમારા સંબંધો સારા હોય, તો તે ખૂબ સારી વાત છે, પરંતુ જો તે ન હોય તો તે તમારી કિંમત ઘટાડતું નથી. કોઈએ મને એ વાત શીખવી જ નહીં. જેમ જેમ તમે વસ્તુઓમાંથી પસાર થાવ છો તો તમે જાતે જ આ વાત શીખી લો છો. આ સમજ એવા સમયે આવે છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે આ પરિસ્થિતિ તમને તોડી નાખશે કે તમને બનાવશે. તે દરરોજ બનતું હશે, પરંતુ એક ક્ષણ એવી આવે છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે હું આ રીતે તો મરી જઈશ, હું હવે વધુ સહન નહીં કરી શકું.
મને ડર હતો પણ જોખમ લીધું
શેફાલીએ આગળ કહ્યું, મારા પહેલા લગ્ન પછી મને આ વાતનો અહેસાસ થયો. એક નજીકના મિત્રએ મને એકવાર પૂછ્યું, જો તમને ફરી ક્યારેય પ્રેમ ન મળે તો? શું તમે તે જોખમ લેશો કે રોકાઈ જશો?’ મેં જવાબ આપ્યો, ‘હું હજી પણ જોખમ લઈશ. જો મારે મારું જીવન એકલા જીવવું પડે, તો હું તે પસંદ કરીશ. હું એવી પરિસ્થિતિમાં જીવી શકતી નથી જે મને ખુશી, આત્મવિશ્વાસ અથવા મહત્ત્વપૂર્ણ હોવાનો અનુભવ ન કરાવે.’ ત્યારે જ મેં પહેલી વાર બહાર નીકળવાનું અને એકલા રહેવાનું નક્કી કર્યું, હું મારા પેરેન્ટ્સ સાથે રહેતી હતી. જેમ જેમ તમે મોટા થાઓ છો, તમને લોકોને ખુશ રાખવાની ચિંતા ઓછી થતી જાય છે. પછી હું એ જ્ઞાન સુધી પહોંચી હું પીઝા નથી, હું દરેકને સંતુષ્ટ કરી શકતી નથી.
View this post on Instagram
હર્ષ છાયાની પોસ્ટ વાયરલ થઈ
શેફાલી શાહના પહેલા લગ્ન 1994માં અભિનેતા હર્ષ છાયા સાથે થયા હતા. બંને 2000માં અલગ થયા હતા. શેફાલી હવે વિપુલ શાહની પત્ની છે. થોડા દિવસો પહેલા હર્ષ છાયાની એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેણે તેમાં કોઈનું નામ લીધા વિના કંઈક એવું લખ્યું હતું કે બધા સમજી ગયા હતા કે તેમાં શેફાલીનો ઉલ્લેખ છે. હર્ષ છાયાએ લખ્યું હતું કે તે એક એક્ટર કપલ વિશે છે જેમણે 25-30 વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા. સમય જતાં પતિ તેની પર ચર્ચા કરવાનું ટાળે છે, પરંતુ જ્યારે પણ પત્ની પાસે નવી રિલીઝ હોય છે અથવા સ્ટેજ પર હોય છે, ત્યારે તે માઇક્રોફોન લઈને બધાને કહેવાનું શરૂ કરે છે કે 25 વર્ષ પહેલાં તેનું લગ્નજીવન કેટલું ખરાબ હતું. હર્ષે એક ફિલ્મનું ઉદાહરણ આપતાં સમજાવ્યું કે તેના પતિએ તેનું નિર્માણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિપુલ શાહ એક ફિલ્મ નિર્માતા છે.
આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડને અમિતાભ બચ્ચનને મેળવી, ફેન્સને ગમ્યો અંદાજ, Video Viral












