હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડને અમિતાભ બચ્ચનને મેળવી, ફેન્સને ગમ્યો અંદાજ, Video Viral

- સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક મહિકાને અમિતાભ સાથે પરિચય કરાવતો જોવા મળે છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સોમવારે સાંજે મુંબઈમાં આયોજિત યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ ઈવેન્ટમાં તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક Hardik Pandya મહિકાને અમિતાભ Amitabh Bachchan સાથે પરિચય કરાવતો જોવા મળે છે.
આ કાર્યક્રમમાં ત્રણેય વર્લ્ડ કપ વિજેતા ટીમો પુરુષોની ટીમ, મહિલા ટીમ અને મહિલા બ્લાઈન્ડ ટીમને સન્માનિત કરવામાં આવી હતી. હાર્દિક અને મહિકાએ રેડ કાર્પેટ પર હાથમાં હાથ નાખીને પોઝ આપ્યો હતો અને તેમના મેચિંગ બ્લેક આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Hardik Pandya introducing his girlfriend mahika Sharma to Amitabh Bachchan at the Reliance Foundation event last night.❤️ pic.twitter.com/yJ8ZyPneCu
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 6, 2026
હાર્દિકની ગર્લફ્રેન્ડ બિગ બીને મળી
ચાહકો માટે સૌથી ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે હાર્દિકે માહિકાનો પરિચય અમિતાભ બચ્ચન સાથે કરાવ્યો. વાયરલ વીડિયોમાં હાર્દિક માહિકાનો પરિચય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સાથે કરાવે છે, હાથ મિલાવે છે અને પછી અમિતાભ બચ્ચન અને હાર્દિક ખૂબ જ પ્રેમથી એકબીજાને મળે છે.
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની રિલેશનશિપ
હાર્દિકે જાન્યુઆરી 2020 માં ડાન્સર-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકને પ્રપોઝ કર્યું હતું. તેમના પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મ તે વર્ષના જુલાઈમાં થયો હતો. ફેબ્રુઆરી 2023 માં આ દંપતીએ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના વચનો ફરી વખત લીધા હતા. જોકે જુલાઈ 2024 માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી.
હાર્દિક અને મોડેલ મહિકા શર્મા વચ્ચેના સંબંધોની અટકળો 2025ના મધ્યમાં શરૂ થઈ હતી. વર્ષના અંતમાં બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ઓક્ટોબર 2025માં હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર મહિકાના ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી તેમના સંબંધોની પુષ્ટિ થઈ હતી.
આ પણ વાંચોઃ લાંબા સમય પછી સેટ પર પરત ફરી કંગના રનૌત, દેશભક્તિથી ભરપૂર નવી ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની શૂટિંગ શરૂ












