ટ્રેન્ડિંગનેશનલ

ક્યાં લઈ જવામાં આવી રહી હતી 56 યુવતીઓ? ટ્રેનના ડબ્બામાંથી માનવ તસ્કરીનો ખુલ્યું રહસ્ય

પશ્ચિમ બંગાળઃ 22 જુલાઈ, 2025: Human Trfficking: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ન્યૂ જલપાઈગુડી સ્ટેશન પર એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે મોડી રાત્રે ન્યૂ જલપાઈગુડી સ્ટેશન પર ન્યૂ જલપાઈગુડી-પટણા કેપિટલ એક્સપ્રેસમાંથી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનોએ માનવ તસ્કરીનો ભોગ બનતી 56 છોકરીઓનું રેસક્યુ કર્યું હતું. આ દરમિયાન બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

યુવતીઓને બિહાર મોકલવામાં આવી રહી હતી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેસક્યુ કરવામાં આવેલી છોકરીઓની ઉંમર 18 થી 31 વર્ષની વચ્ચે છે. આ છોકરીઓ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી, કૂચબિહાર અને અલીપુરદ્વાર જિલ્લાની રહેવાસી છે. તેમને કથિત રીતે બેંગલુરુની એક કંપનીમાં નોકરી અપાવવાના ખોટા વચન આપીને, લલચાવીને બિહાર મોકલવામાં આવી રહી હતી.

હાથ પર કોચ અને બર્થ નંબરનો સિક્કો

ટ્રેનના નિયમિત ચેકિંગ દરમિયાન, ઘણી બધી યુવતીઓને એકસાથે મુસાફરી કરતી જોઈને RPF કર્મચારીઓને શંકા ગઈ. પૂછપરછમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી. કોઈ પણ મહિલા પાસે ટિકિટ નહોતી અને તેમના હાથ પર ફક્ત કોચ અને બર્થ નંબરનો સિક્કો મારેલો હતો.

પોલીસને થઈ શંકા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક પુરૂષ અને એક મહિલાએ વિરોધાભાષી નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ સમજાવી શક્યા ન શક્યા કે, જ્યારે મહિલાઓને બેંગલુરુમાં નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું તો તેમને બિહાર કેમ મોકલવામાં આવી રહ્યા હતા.

નોકરીની ઓફર અથવા મુસાફરી માટેના માન્ય કારણોની પુષ્ટિ કરતા કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. GRP અને સરકારી રેલવે પોલીસે (RPF) સંયુક્ત રીતે કેસની તપાસ કરી રહ્યા છે, ખાસ કરીને માનવ તસ્કરીના દૃષ્ટિકોણથી.અધિકારીઓએ જણાવ્યું હતું કે છોકરીઓને તેમના પરિવારોને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ખાલી પેટે મીઠી વસ્તુ ખાવી ફાયદાકારક છે કે નુકસાનકારક? નિષ્ણાતો પાસેથી જાણો

આ પણ વાંચોઃ અમદાવાદ: 2 વર્ષની અંદર 191 કરોડનો વિદેશી દારૂ, 3 કરોડનો દેશી દારૂ, 3000 કરોડનો ડ્રગ્સ પકડાયો; AAP

Back to top button