પ્રિયંકા ચોપરા સાથે જામશે ઋત્વિકની જોડી, બનશે ક્રિશ 4ની લીડ એકટ્રેસ

- પ્રિયંકા ચોપરાનો ‘ક્રિશ 4’ માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને આ ફિલ્મમાં તે ફરી એકવાર ઋત્વિક રોશન સાથે પડદા પર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રિયંકા ચોપરા Priyanka Chopra ભલે વર્ષોથી ગ્લોબલ આઇકોન બની ગઈ હોય, પરંતુ ભારતમાં તેના ચાહકો માટે તે હંમેશા દેશી ગર્લ જ રહેશે. પ્રિયંકાના બોલિવૂડમાં કમબેકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એસએસ રાજામૌલીની સાઉથની ફિલ્મથી પ્રિયંકાના કમબેકના સમાચાર વચ્ચે, હવે તેનું નામ એક મોટી ફિલ્મ સાથે જોડાય તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરાનો ‘ક્રિશ 4’ માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને આ ફિલ્મમાં તે ફરી એકવાર ઋત્વિક રોશન સાથે પડદા પર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
એક રિપોર્ટ અનુસાર ‘ક્રિશ 4‘ માટે પીસીને ફિલ્મમાં પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઋતિક રોશન અને યશ રાજ ફિલ્મ્સે પ્રિયંકાને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરી છે. જો બધું બરાબર થશે, તો પ્રિયંકા ફરીથી ક્રિશના ચોથા ભાગમાં જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઋતિક અને પ્રિયંકા એક સુપરહિટ જોડી છે અને તેઓની વચ્ચે કામને લઈને સારું બોન્ડિંગ છે. પીસી માટે ક્રિશ 4માં જોડાવું એ કોઈ મોટી વાત નહીં હોય કારણ કે સ્ટોરી ‘કોઈ મિલ ગયા’ થી ‘ક્રિશ’, ‘ક્રિશ 3’ અને હવે ક્રિશ 4 સુધીના પાત્રોની સફર ચાલુ રાખે છે. અભિનેત્રી ઋતિક રોશનની ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાના વિઝનથી ઈમ્પ્રેસ હતી અને દિગ્દર્શક તરીકે પડકારોનો સામનો કરવાની ઋતિકની તૈયારીથી ખુશ હતી.
આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે સની દેઓલે ફવાદ ખાનનો સપોર્ટ કર્યો, પાકિસ્તાની અભિનેતાના કમબેક વિશે શું કહ્યું?












