શુભાંશુના સ્પેસ મિશનથી ભારતને શું ફાયદો થશે? પૂર્વ ઈસરો ચીફે સોમનાથે સમજાવ્યું

નવી દિલ્હીઃ 25 જૂન, 2025: Shubhanshu Space Mission: ભારત માટે 25 જૂન, 2025 એક ઐતિહાસિક દિવસ છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લ, ભારતીય વાયુસેનાના અનુભવી પાયલટ, એક્સિઓમ મિશન-4 (Ax-4) હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા પર નીકળ્યા છે. આ મિશન વિશે વાત કરતા ઈસરોના પૂર્વ ચીફ સોમનાથે આ વિશે અહેવાલ લખીને વિસ્તારથી સમજાવ્યુંછે. તેમણે પોતાના અહેવાલમાં લખ્યું કે, આ ભારત માટે બીજી ક્ષણ છે, જે ન ફક્ત વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે, પરંતુ 1.4 અબજ ભારતીયો માટે અંતરિક્ષ સ્પપ્નનું પ્રતીક છે. આ મિશન ભારતને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ગઠબંધનના કેન્દ્રમાં લાવે છે.
એક્સિઓમ-44: એક નવું અંતરિક્ષ યુગ
એક્સિઓમ મિશન-4 એ એક્સિઓમ સ્પેસ દ્વારા નાસા અને સ્પેસએક્સના સહયોગથી આયોજિત ચોથું ખાનગી અવકાશ મિશન છે. તેનો ધ્યેય પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (Low Earth Orbit)માં કાયમી વાણિજ્યિક હાજરી બનાવવાનો છે. આ મિશન ભારત માટે ખાસ છે, કારણ કે શુભાંશુ શુક્લ ISS પર રહેનારા અને કામ કરનારા પ્રથમ ભારતીય હશે.
આ મિશન 25 જૂન, 20250ના દિવસે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ પેડ 39A થી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ અને નવા ક્રૂ ડ્રેગન C213 અવકાશયાન સાથે લોન્ચ થશે. ISS સુધી પહોંચવામાં 28 કલાક લાગશે, જેમાં ભ્રમણકક્ષા ગોઠવણો અને સુરક્ષા તપાસનો સમાવેશ થાય છે. ચાર સભ્યોની ટીમ 14 દિવસ સુધી ISS પર રહેશે, જ્યાં તેઓ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
શુભાંશુ શુક્લઃ ભારતનો નવો સ્ટાર
શુભાંશુ શુક્લ 1984માં રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા ભારતના બીજા અવકાશ વિજ્ઞાની છે. તેઓ એક્સ-4 ના પાઇલટ છે અને ISS પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની સાથે… પેગી વ્હિટસન – મિશન કમાન્ડર, પૂર્વ NASA અવકાશ વિજ્ઞાની સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી – પોલેન્ડના પહેલા ISS અવકાશ વિજ્ઞાની અને ટિબોર કપુ – હંગેરીના પહેલાં અવકાશ વિજ્ઞાની રહેશે.
આ ચાર દેશોની ટીમ અવકાશમાં વૈશ્વિક સહયોગનું પ્રતીક છે. તે દર્શાવે છે કે એક્સિઓમ જેવી ખાનગી કંપનીઓ હવે અવકાશમાં નવા દેશોને તકો આપી રહી છે. શુભાંશુ ISS પર ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરશે. તે અવકાશમાં મગ અને મેથી ઉગાડવા જેવા 60થી વધુ પ્રયોગો કરશે. માનવ શરીર પર માઇક્રોગ્રેવિટીના પ્રભાવનો અભ્યાસ કરશે.
આ સિવાય શુભાંશુ અવકાશમાં યોગ કરશે અને ભારતીય મીઠાઈ તેમજ રમકડું હંસ સાથે લઈ ગયા છે. જે શૂન્ય ગુરૂત્વાકર્ણમાં તરીને મિશનનું પ્રતીક હશે. તે ભારતીય વિદ્યાર્થીઓ સાથે લાઇવ વાત કરશે.
ગગનયાન ભારતનું સપનું
ભારત ગગનયાન કાર્યક્રમ, જેને 2019માં મંજૂરી મળી, 2026માં સ્વદેશી રૉકેટ સાથે ભારતીય અવકાશ વિજ્ઞાનીને અવકશમાં મોકલશે. પરંતુ, તેમાં અમુક પડકાર છે…
- માનવ કેપ્સૂલની ડિઝાઇન
- પર્યાવરણ નિયંત્રણ અને જીવન સમર્થન પ્રણાલી
- સીમિત બજેટ અને ટેક્નિકલ કુશળતા
આ પડકારોને ધ્યાનમાં રાખીને, 2023માં ભારતે ISS મિશન માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો પ્રસ્તાવ મૂક્યો. 2024માં અમેરિકા સાથેના કરાર પછી, એક્સિઓમ સ્પેસ સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો. જેનાથી ભારતને અદ્યતન ટેકનોલોજી અને માનવ અવકાશ ઉડાનનો અનુભવ મળશે, જે ગગનયાન મિશનને વેગ આપશે.
શુભાંશુની પસંદગી અને તાલીમ
2024માં ભારત-અમેરિકા કરાર પછી, ISRO એ Axiom સાથે જોડાણ કર્યું. એક રાષ્ટ્રીય ટીમે સખત મૂલ્યાંકન પછી શુભાંશુ શુક્લને મુખ્ય અવકાશ વિજ્ઞાની તરીકે અને પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ તરીકે પસંદ કર્યા. બંનેએ રશિયા અને અન્ય સ્થળોએ યુરી ગાગરિન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધી.
વાણિજ્યિક અવકાશ ઉડાનનું ભવિષ્ય
એક્સિઓમ-4 મિશન દર્શાવે છે કે, અવકાશ સંશોધન હવે સરકારો સુધી મર્યાદિત નથી. એક્સિઓમ અને સ્પેસએક્સ જેવી ખાનગી કંપનીઓ તેને સસ્તું અને સુલભ બનાવી રહી છે. ISS 24 વર્ષથી અવકાશમાં માનવ હાજરીનું કેન્દ્ર રહ્યું છે, જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં અર્થતંત્ર વિકસાવવાનો આધાર છે. નાસા હવે ચંદ્ર અને મંગળ મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યારે ISS તાલીમ અને સંશોધન માટેનું કેન્દ્ર છે.
ભારતનું ભવિષ્ય
એક્સિઓમ- ભારત માટે માત્ર એક શરૂઆત છે. ભારતના મોટા લક્ષ્યો છે…
- ગગનયાન: 2026માં સ્વદેશી માનવ મિશન.
- ભારતીય અવકાશ સ્ટેશન (BAS): 2035 સુધીમાં પોતાનું અવકાશ સ્ટેશન.
- ચંદ્ર મિશન: 2041 સુધીમાં માનવ ચંદ્ર મિશન.
શુભાંશુનું મિશન આ સપનાઓનો પાયો નાખશે. તે ભારતને અવકાશમાં અગ્રણી દેશોની શ્રેણીમાં લાવે છે. એક્સિઓમ મિશન-4 સાથે, શુભાંશુ શુક્લાએ વૈશ્વિક અવકાશ મંચ પર ભારતનું નામ રોશન કર્યું. 25 જૂન 2025 ના દિવસે આ તાલીમ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ મિશન માત્ર વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક નથી, પરંતુ ભારતના અવકાશ સપનાઓને સાકાર પણ કરે છે. શુભાંશુની યાત્રા ગગનયાન, ભારતીય અવકાશ સ્ટેશન અને ચંદ્ર મિશન તરફ એક મોટું પગલું છે.
આ પણ વાંચોઃ બોલીવુડની આ હસીનાને ડેટ કરી રહ્યા હતા Hardik Pandya? એક્ટ્રેસે કર્યો ખુલાસો
આ પણ વાંચોઃ સ્વ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અસ્થિનું સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ વીડિયો












