ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

ક્લાસમાં મિત્રની હત્યા કેવી રીતે કરવી? ChatGPTને પૂછ્યો સવાલ; પછી જેલ પહોંચ્યો વિદ્યાર્થી

અમેરિકા, 7 ઓકટોબર 2025:  અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શાળાઓમાં પણ અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં શાળા વહીવટ અને માતા-પિતાને ચિંતા તો રહે જ છે. આવી સ્થિતિમાં અનેક પ્રાંતોમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સર્વિલન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. ફ્લોરિડામાં એક શાળાના મોનિટરિંગ સિસ્ટમથી જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ ChatGPTને પૂછ્યું કે મિત્રની હત્યા કેવી રીતે કરવી.

માહિતી અનુસાર વિદ્યાર્થીએ ChatGPTને પૂછ્યું, ક્લાસ વચ્ચે મિત્રની હત્યા કેવી રીતે કરવી. ગેગલ નામની કંપનીથી ચાલતી સર્વિલન્સ સિસ્ટમએ સ્કુલ મેનેજમેન્ટને અલર્ટ કરી દીધું. વિદ્યાર્થી પાસેથી જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું, મારા મિત્રએ મને પરેશાન કર્યો હતો તેથી હું પણ તેને પરેશાન કરી રહ્યો હતો. અધિકારીઓએ બાળકના માતા-પિતા સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે આવા પ્રકારના કામથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પછી વિદ્યાર્થીને કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે તેને કયા કેસમાં લગાવવામાં આવ્યો છે તે જણાવવામાં આવ્યું નથી. અમેરિકાના અનેક પ્રાંતોમાં ગેગલ સુરક્ષા સંબંધી સેવા આપી રહ્યું છે. તે કીવર્ડ્સને ફિલ્ટર કરે છે અને પછી નિષ્કર્ષ કાઢીને વહીવટને અલર્ટ કરે છે. ગૂગલ જેમિની, ChatGPT અને અન્ય AI પ્લેટફોર્મ્સને તે મોનિટર કરે છે જેથી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન મળે.

જણાવી દઈએ કે અનેક આવા કેસ સામે આવ્યા છે જેમાં અપરાધ માટે AI ચેટબોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આત્મહત્યાના પણ અનેક કેસ સામે આવ્યા છે જેમાં AIને કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિ પર જલ્દી સંમતિ સધાશેઃ નીતિ આયોગના સીઇઓને આશા

Back to top button