હિટમેનને જીત્યુ દિલ : શોટમાં ઈજાગ્રસ્ત થયો ગ્રાઉન્ડમેન, મદદ માટે આવ્યા રોહિત શર્મા

IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું અભિયાન ભલે પાટા પરથી ઉતરી ગયું છે, પરંતુ ટીમના સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના વર્તનથી ફરી એક વાર પૂરવાર કર્યું છે કે, સાચી મહાનતા માત્ર પ્રદર્શનમાં જ નહીં પરંતુ માણસાઈમાં પણ હોય છે. હૈમસ્ટ્રિંગ ઈજા સામે લડી રહેલા રોહિત શર્મા હાલ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી. રવિવારે 3 મેના રોજ વૈકલ્પિક અભ્યાસ સત્રમાં સામેલ થવા પહોંચ્યા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ આરામ કરતા હતા, ત્યારે રોહિત મેદાન પર સૂઈને પોતાનું સ્વાસ્થ્ય સુધારવામાં લાગ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેટમાં બેટીંગ દરમ્યાન રોહિત શર્મા તેજ શોટ પાસે ઉભેલા ગ્રાઉન્ડમેનને જઈને લાગ્યો હતો. 27 વર્ષિય સિબન બિસ્વાસ તે સમયે કામમાં વ્યસ્ત હતા અને બોલ તેમના ગોઠણ પર લાગ્યો હતો, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ રોહિત શર્મા પોતે દોડી તેમની પાસે પહોંચ્યા અને ઈજા અંગે પૂછ્યું. સિબન વિસ્વાસે તેમને આગળ રમવા કહ્યું, પરંતુ રોહિત શર્માએ તેમને એકલા છોડ્યા. વિસ્વાસે જણાવ્યું કે, રોહિત સર તરત જ આવ્યા અને મારી ઈજા અંગે પૂછ્યું. મેં તેમને રમવા માટે કહ્યું પરંતુ થોડી વાર બાદ તેઓ આઈસપેક લઈને આવ્યા તથા દવા અને સ્પ્રે પણ લઈ આવ્યા.
ઈજા થવા છતાં સિવન વિશ્વાસ માટે આ યાદગાર પળ બની ગઈ. તેમને કહ્યું કે, દુ:ખાવો હતો પરંતુ રોહિત સર સાથે હાથ મિલાવવાનો મોકો મળ્યો, તે મારા માટે ખાસ છે. રોહિત શર્માનું આ વર્તન બતાવે છે કે તેઓ માત્ર ટીમ માટે જ નહીં, પરંતુ રમત સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પ્રત્યે સમ્માન રાખે છે, પછી તે ખેલાડી હોય કે સપોર્ટ સ્ટાફ.
મુંબઈ ઈન્ડિયન્સ જીત્યા છે માત્ર બે મેચ
આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ 9 મેચમાં માત્ર 2 જીતની સાથે નવમા સ્થાન પર છે અને પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ચૂકી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા પણ માની ચૂક્યા છે કે. આ સીઝન ટીમ માટે સારી રહી નથી. રોહિત શર્મા પણ હજી સંપૂર્ણ સ્વસ્થ થયા નથી અને તેમની વાપસીને લઈને અનિશ્વિતતા બતાવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, લખનૌ સુપર જાયન્ટ વિરુદ્ધ આગલા મેચમાં રમી શકશે કે નહીં.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસનું ફિટનેસ તરફ મોટું પગલું, કમિશનર ઓફિસમાં હાઈટેક જિમનું ઉદ્ઘાટન












