અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું

AHMEDABAD RAIN: અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવાર-સવારમાં શરૂ થયેલા વરસાદના કારણે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની ચિંતા વધી ગઈ છે.

હવામાનમાં અચાનક પલ્ટો

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. સવાર-સવારમાં શરૂ થયેલા વરસાદના કારણે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની ચિંતા વધી ગઈ છે.

ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણોદેવી, વેજલપુર તેમજ ગાંધીનગર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. જ્યારે શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

સવારના સમયે વરસાદી ધુમ્મસ અને ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઘટી ગઈ હતી.

આ પણ વાંચો : “ઇન્ડિયન આઇડલ 16” ની વિજેતા બની જ્યોતિર્મયી નાયક: મેળવી ટ્રોફી અને રૂ. 20 લાખનું રોકડ ઇનામ

Back to top button