ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ, વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તૈનાત

  • વાસણા બેરેજના હેઠવાસમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે
  • હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે
  • નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી

અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે.

નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી

આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. સાબરમતી નદીનું જળસ્તર હાલમાં 130 ફૂટ થઇ ચૂક્યું છે. જ્યારે તેનું ભયજનક જળસ્તર 132 ફૂટ માનવામાં આવે છે. રિવરફ્રન્ટ પણ પાણીમાં ડૂબી ગયો છે. ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. વોક વે પણ પાણીમાં ગરકાવ છે. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું. સંતો સરોવર પાસે સપાટી 53 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે. સંત સરોવરના તમામ દરવાજા ખોલી 92700 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું.

વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી

બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી.

હવામાન વિભાગ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહને ધ્યાને લઈ ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીની સમીક્ષા કરાઈ હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક વિશે વિગતવાર માહિતી મેળવી હતી. જો જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ સિવાય કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ થતા ખેડૂતોમાં ખુશી

Back to top button