હરીશ રાણાને મળ્યું ઇચ્છામૃત્યુ, 10 દિવસથી AIIMSમાં હતા દાખલ, આજે લીધા અંતિમ શ્વાસ

Passive Euthanasia: ભારતમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (પેસિવ યુથેનેશિયા) માટે મંજૂરી મેળવનારા પ્રથમ વ્યક્તિ હરીશ રાણાનું મંગળવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અવસાન થયું. હરીશ રાણા વર્ષ 2013થી કોમામાં હતા અને છેલ્લા 13 વર્ષથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જીવતા હતા.
જણાવી દઈએ કે 31 વર્ષીય હરીશ રાણાને 14 માર્ચે ગાજિયાબાદ સ્થિત તેમના ઘરેથી દિલ્હીના ડૉ. બીઆર આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ રોટરી કેન્સર હોસ્પિટલના પેલિયેટિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના ત્રણ દિવસ પહેલા, એટલે કે 11 માર્ચે, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં તેમને નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (પેસિવ યુથેનેશિયા) માટે મંજૂરી આપી હતી.
2013માં હરીશ રાણા ચોથા માળેથી પડી ગયા હતા
હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેકના વિદ્યાર્થી હતા. 2013માં, તે ચોથા માળેથી પડી ગયા હતા, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં રહ્યા. આ સમય દરમિયાન, તેમને કૃત્રિમ પોષણ, એટલે કે આર્ટિફિશિયલ ન્યુટ્રિશન અને વચ્ચે-વચ્ચે ઓક્સિજન સપોર્ટ પણ આપવામાં આવતું હતું.
જ્યારે હરીશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તે ડોક્ટરોની દેખરેખ હેઠળ હતા. આ સમયગાળા દરમિયાન, તેમનો ન્યુટ્રિશનલ સપોર્ટ ધીમે ધીમે ઓછો થતો ગયો. સુપ્રીમ કોર્ટે AIIMS ને નિર્દેશ આપ્યો હતો કે લાઈફ સપોર્ટ સિસ્ટમને એક નિર્ધારિત યોજના મુજબ હટાવવામાં આવે, જેથી દર્દીની ડિગ્નિટી જળવાઈ રહે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડૉ. સીમા મિશ્રાના નેતૃત્વમાં એક વિશેષ મેડિકલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં ન્યુરોસર્જરી, ઑન્કો-એનેસ્થેશિયા, પેલિયેટિવ મેડિસિન અને મનોચિકિત્સા વિભાગના નિષ્ણાતો સામેલ હતા. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ માનવામાં આવે છે, જેણે ઇચ્છામૃત્યુ (યુથેનેશિયા) અંગે એક નવી મિસાલ ઉભી કરી છે.
આ પણ વાંચો: ભારત માટે મોટા રાહતના સમાચાર: LPG સંકટ વચ્ચે સમુદ્ર માર્ગે આવી રહ્યા છે બે વિશાળ ભારતીય ટેન્કરો












