ટ્રેન્ડિંગનેશનલ

‘સત્તાની સુરક્ષામાં પાળેલા ગુંડા-માફિયા…’ કાવડિઓની હિંસા પર પૂર્વ મંત્રીનું નિવેદન

ઉત્તર પ્રદેશઃ 20 જુલાઈ, 2025: UP Kanwar Yatra: અપની જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કાવડિઓ વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ તો કાવડિઓને સત્તા સંરક્ષણમાં પાળવામાંઆવતા ગુંડા અને માફિયા પણ કહી દીધું.

ભોળાનાથના ભક્તો હિંસક કેવી રીતે હોય શકે?

સ્વામી પ્રસાદે કહ્યું કે, ‘આ કાવડિઓ નથી કારણ કે, તેમના આરાધ્યા ભોળાનાથ છે, તો તેમના ભક્તો હિંસક કેવી રીતે હોય શકે? કાવડિઓ સત્તા સંરક્ષણમાં પાળવામાં આવતા ગુંડા અને માફિયાઓ છે. આ લોકો અરાજકતા ફેલાવી રહ્યા છે. કાવડિઓના વેશમાં આ આખા પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની ધજીયા ઉડાડી રહ્યા છે.

બંધ શાળાઓના વિરોધમાં બાઇક રેલી કાઢવામાં આવશે

વળી, પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતીય બંધારણ સાથે થઈ રહેલા છેડછાડની ચર્ચા રાજ્ય સ્તરની બેઠકમાં કરવામાં આવી હતી. આ સાથે, અપની જનતા પાર્ટીનું એકમ શાળાઓના વિલીનીકરણનો વિરોધ કરી રહ્યું છે. બંધ કરાયેલી શાળાઓના વિરોધમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે જે તમામ વિકાસખંડોમાં જશે.

ભાજપ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલે છે

સ્વામી પ્રસાદે કહ્યું કે, જે રીતે ભાજપ સરકાર આ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલી રહી છે, તે રીતે ભાજપ સંરક્ષિત ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારોને કાયદા સાથે રમવાની સંપૂર્ણ છૂટ આપી રહ્યું છે.

ભાજપ સંરક્ષિત ગુંડાઓ કાયદો તોડી રહ્યા છે

પૂર્વ મંત્રીએ કહ્યું કે, જો કોઈ SC-ST અને લઘુમતી વ્યક્તિ નાની ભૂલ કરે છે, તો તેના પર ડઝનબંધ કેસ દાખલ કરવામાં આવે છે અને ઘરો તોડી પાડવામાં આવે છે. પરંતુ ભાજપ સંરક્ષિત ગુંડાઓ સમગ્ર રાજ્યમાં કાયદો તોડી રહ્યા છે. આ સાથે, 2027ની ચૂંટણીઓ અંગે કહ્યું કે, 2027ની ચૂંટણીમાં અમારૂં સૂત્ર ભાજપ હટાઓ દેશ બચાવો હશે.

આ પણ વાંચોઃ ‘એક રૂમમાં હાજર…’ આદિત્ય-ફડણવીસની મુલાકાતની અટકળો પર રાઉતે લગાવ્યું પૂર્ણવિરામ 

આ પણ વાંચોઃ ઈન્ડોનેશિયાના મધદરિયે જહાજમાં લાગેલી ભીષણ આગમાં 5 મુસાફરોના મૃત્યુ, જીવ બચાવવા લગાવેલા કૂદકાનો જુઓ વીડિયો

Back to top button