‘એક રૂમમાં હાજર…’ આદિત્ય-ફડણવીસની મુલાકાતની અટકળો પર રાઉતે લગાવ્યું પૂર્ણવિરામ
મહારાષ્ટ્રઃ 20 જુલાઈ, 2025: Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની મુલાકાત અંગે રાજ્યમાં ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે રવિવારે આ અંગે શરૂ તમામ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે શનિવારે સાંજે મુંબઈના BKC માં એક હોટલમાં મળ્યા હતા.
સંજય રાઉતે અટકાયતો પર મૂક્યું પૂર્ણવિરામ
પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, જો બંને એક જ રૂમમાં હોય તો મીડિયાને શું તકલીફ છે? એક મુખ્યમંત્રી છે અને બીજા વિરોધ પક્ષના નેતા છે. પરંતુ, આવી કોઈ મુલાકાત થઈ નથી. હકીકતમાં, શનિવારે સાંજે, ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટલમાં એક જ સમયે હાજર હતા, જેના કારણે મુલાકાતની અટકળો શરૂ થઈ હતી. આ મામલો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ફડણવીસને વિધાન ભવનમાં મળ્યા હતા, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ તેમને હિન્દી થોપવાની વિરૂદ્ધમાં એક પુસ્તક સોંપ્યું હતું.
ફડણવીસનું નિવેદન પણ ચર્ચામાં
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસનું પણ એક નિવેદન ચર્ચામાં છે, જે તેમણે વિપક્ષી નેતા અંબાદાસ દાનવેના વિદાય સમારંભમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઉદ્ધવ જી, 2029 સુધી સરકારમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. અમારી પાસે વિપક્ષમાં જવાનો અવકાશ નથી, પરંતુ તમારી પાસે અમારી સાથે આવવાનો અવકાશ છે, આનો વિચાર કરી શકાય છે.
આવી સ્થિતિમાં, ફડણવીસના આ નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તીવ્ર બની છે. હાલ, એવી ચર્ચા ચાલી રહી છે કે શું શિવસેના (UBT) અને ભાજપ વચ્ચે કોઈ નવું રાજકીય સમીકરણ રચાઈ રહ્યું છે. જોકે, સંજય રાઉતે આ બધી અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, આવી કોઈ મુલાકાત થઈ નથી અને આવી વાતોનો કોઈ આધાર નથી.
આ પણ વાંચોઃ ઈન્ડોનેશિયાના મધદરિયે જહાજમાં ભીષણ આગ લાગી, મુસાફરો જીવ બચાવવા કૂદવા લાગ્યા, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ જય શાહે BCCIને આપ્યો મોટો ઝટકો, WTC ફાઇનલ પર કરી ચોંકાવનારી જાહેરાત












