ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંબાલાલની મોટી આગાહી: ગુજરાત પર વધુ એક સિસ્ટમ ત્રાટકશે, આ તારીખથી વરસાદ ખાબકશે

Gujarat weather: ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એક્ટિવ છે. રાજ્ય હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. જ્યારે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 8થી 15 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમના કારણે ફરી વરસાદ આવી શકે તેવી મોટી આગાહી કરી છે.

રાજ્ય હવામાન વિભાગની આગાહી

રાજ્ય હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, વેલ-માર્ક્ડ લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા નબળું પડ્યું છે. તેમ છતાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એક્ટિવ હોવાથી આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે.

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
  • કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
  • માછીમારો માટે બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે અને બંદર ઉપર LCS 3 સિગ્નલ આપવામાં આવ્યું છે.
  • રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ કરતાં 21% વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વધુ એક સિસ્ટમના લીધે 8થી 15 ઓગસ્ટ સુધીમાં ફરી વરસાદની શક્યતાઓ છે.

  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે.
  • ક્યાંક ભારે વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતાઓ છે.
  • 8થી 15 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે.
  • આષ્લેષા નક્ષત્રમાં આ વરસાદ થતો હોવાથી મોટા પોરાનો વરસાદ પડી શકે છે.
  • આ નક્ષત્રમાં લીલામાં તુલસી કાર્યો કરવા સારા નથી, નહીંતર પાક પીળો પડી જાય.
  • 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તે સારું રહેશે.
  • ઘણી વખત સિસ્ટમ ખતમ પણ થઈ જાય છે.
  • IOD સાનુકૂળ રહેતા ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.
  • ભાદરવા માસમાં પણ શુક્લ પક્ષમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

દેશભરમાં અલ નીનોની અસર અને જુલાઈની રાહત

અલ નીનોના કારણે આ વખતે ચોમાસાની સીઝનના પહેલા બે મહિના (જૂન અને જુલાઈ)માં દેશભરમાં સામાન્યથી 13 ટકા ઓછો વરસાદ પડ્યો હોવાનું કહેવાય છે. પરંતુ લદાખને બાદ કરતાં ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં આ કમી રાષ્ટ્રીય સરેરાશથી ખૂબ વધુ છે. યુપીમાં રાષ્ટ્રીય સરેરાશથી બમણો એટલે કે 28 ટકા ઓછો, પંજાબમાં 38 ટકા અને હરિયાણામાં 31 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જેનાથી ખેતી માટે વર્ષા આધારિત રાજ્યોની ચિંતા વધી છે.

જુલાઈમાં બંગાળની ખાડીમાં બનેલા દબાણના ક્ષેત્રોના કારણે સારો વરસાદ પડ્યો. આ દરમિયાન દેશભરમાં સરેરાશ 283.3 મિમી વરસાદ પડ્યો, જે સામાન્ય 280.5 મિમી કરતાં વધુ હતો. જેનાથી કમીની થોડી ભરપાઈ થઈ શકી અને સરેરાશ વરસાદમાં કમીનું અંતર ઘટીને 13 ટકા રહી ગયું.

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, હિન્દ મહાસાગરમાં વિકસિત થઈ રહેલા ઈન્ડિયન ઓસન ડિપોલથી અલ નીનોની અસર ઘટવાની આશા છે. તેનાથી દક્ષિણ ભારત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદમાં સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા વચ્ચે બેઠક યોજાશે, હોર્મુઝ સાથે ન્યૂક્લિયર ડિલ થવાના પણ સંકેત આપ્યા

Back to top button