ગુજરાતટ્રેન્ડિંગ

અલ નીનોની અસર: ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો તરસ્યા, સરદાર સરોવર જ એકમાત્ર આશા

Gujarat Water Crisis 2026 Reservoirs: ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. અલ નીનોની અસરથી નબળા ચોમાસાને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના 206 જળાશયોમાં 5181.37 MCM પાણીનો ઘટાડો થયો છે. જોકે, સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો રાજ્ય માટે રાહતરૂપ છે, અન્યથા સ્થિતિ વધુ ગંભીર બની હોત.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નવેમ્બર 2025 માં ગુજરાતના કુલ 206 જળાશયોમાં 15284.37 MCM પાણીનો જથ્થો હતો, જે આ વખતે ઘટીને 10103 MCM થયો છે. એટલે કે એક વર્ષમાં પાણીના જથ્થામાં 5181.37 MCM નો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો 12783.78 MCM થી ઘટીને 8840.65 MCM થયો છે. આમ, મુખ્ય જળાશયોમાં 3943.13 MCM પાણી ઘટ્યું છે.

વરસાદના આંકડામાં 29.79% નો ઘટાડો

રાજ્યમાં આ વર્ષે 2026 માં 811.96 mm વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 89.34% થાય છે. તેની સરખામણીએ ગત વર્ષે 2025 માં નવેમ્બર મહિના સુધીમાં 1061.80 mm વરસાદ નોંધાયો હતો, જે સરેરાશના 119.13% હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રાજ્યમાં 249.84 mm ઓછો વરસાદ નોંધાયો છે અને વરસાદની ટકાવારીમાં 29.79% નો ઘટાડો જોવા મળ્યો છે.

સરદાર સરોવર ડેમ રાહતરુપ

સરદાર સરોવર ડેમમાં આ વખતે પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીએ વધુ છે. નવેમ્બર 2025 માં ડેમમાં 9369.82 MCM પાણીનો જથ્થો હતો, જે આ વખતે વધીને 9440.68 MCM થયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેમમાં 70.86 MCM વધુ પાણીનો સંગ્રહ થયો છે.

મુખ્ય જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ (MCM માં)

જળાશયનું નામ વર્ષ 2025 વર્ષ 2026
સરદાર સરોવર (નર્મદા ડેમ) 9369.82 9440.68
ઉકાઈ ડેમ 7392.92 5376.54
કડાણા 1249.30 793.71
દમણ ગંગા 524.86 503.40
કરજણ 537.57 476.90
પાનમ 578.18 321.38
સુખી 171.56 145.70
ધરોઈ 812.90 406.33
હાથમતી 152.84 72.87
વાત્રક 158.20 101.21
દાંતીવાડા 381.60 89.96
શેત્રુંજી 346.48 337.61
ભાદર 188.14 31.33

90% થી વધુ પાણી ધરાવતા જળાશયો 151 થી ઘટીને 35 થયા

ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યના 151 જળાશયોમાં 90% થી વધુ પાણીનો જથ્થો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 35 જળાશયો રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષે 70% થી ઓછો પાણીનો જથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા 30 હતી, જે આ વર્ષે વધીને 147 થઈ છે.

આજવા સરોવરમાં અત્યારથી જ ફેબ્રુઆરી જેવી સ્થિતિ

વર્ષ 2025 માં સારા વરસાદને પગલે સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરની સપાટી 212.95 feet એ પહોંચી હતી અને સરોવરના તમામ 62 દરવાજા ખોલવા પડ્યા હતા. જ્યારે આ વર્ષે એક પણ વખત આજવા સરોવરની સપાટી ભયજનક સ્તરે પહોંચી નથી. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળતી પાણીની સપાટી અત્યારે જ જોવા મળી રહી છે. આજે સવારે આજવા સરોવરની સપાટી 208.57 feet નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ ‘પાકિસ્તાની એરસ્પરેસ બંધ હોવાથી એર ઇન્ડિયાને નુકસાન’: CEO એ જણાવી મુશ્કેલીઓની દાસ્તાન

Back to top button