1 મહિનાનું ભાડું ન ચૂકવો તો મકાનમાલિક લગાવી શકે વ્યાજ? જાણો શું કહે છે નિયમો

Rent Agreement Late Fee Rules India : શું તમે ભાડાના મકાનમાં રહો છો કે પછી પોતાનું ઘર કે દુકાન ભાડે આપી છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ધારો કે તમે કોઈ મકાનમાં લાંબા સમયથી રહો છો અથવા તમે કોઈ દુકાન ભાડે રાખી છે અને કોઈ કારણસર તમે એક મહિને ભાડું ચૂકવી શક્યા નથી, તો શું મકાનમાલિક તમારી પાસે વ્યાજ વસૂલી શકે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘણા મકાનમાલિકો એકવાર ભાડું ચૂકવવામાં મોડું થાય તો ભાડૂતો પાસેથી વ્યાજ લેવાની વાત કરતા હોય છે. તો ચાલો જાણીએ કે શું મકાનમાલિક ખરેખર ભાડા પર વ્યાજ વસૂલી શકે છે અને આ અંગે નિયમો શું કહે છે.
સૌ પ્રથમ તો દરેક રાજ્યના હિસાબે ભાડૂતોને લગતા નિયમો અલગ-અલગ હોય છે. કેટલાક રાજ્યોના ભાડા કાયદામાં વ્યાજ અંગે સ્પષ્ટ જોગવાઈઓ છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વ્યવસ્થા નથી.
શું મકાનમાલિક વ્યાજ વસૂલી શકે?
નિયમો અનુસાર, જો રેન્ટ એગ્રીમેન્ટ (Rent Agreement) માં વ્યાજનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો જ મકાનમાલિક એક ચોક્કસ સમયગાળા પછી ભાડા પર વ્યાજ વસૂલી શકે છે. આમાં પણ કેટલીક શરતો હોય છે:
-
ગ્રેસ પિરિયડ: ભાડું ચૂકવવાની છેલ્લી તારીખ કઈ છે અને ત્યાર પછી કેટલો ગ્રેસ પિરિયડ (Grace Period) મળે છે તે મહત્વનું છે. ઉદાહરણ તરીકે, જો 15 દિવસનો ગ્રેસ પિરિયડ હોય, તો ભાડાની તારીખથી 15 દિવસ પછી જ વ્યાજ લગાવી શકાય છે.
- વ્યાજનો દર: રેન્ટ એગ્રીમેન્ટમાં વ્યાજના દરનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે. મકાનમાલિક મનફાવે તેમ વ્યાજ વસૂલી શકતો નથી. સામાન્ય રીતે આ વ્યાજનો દર વાર્ષિક 15% સુધીનો હોઈ શકે છે.
જો રેન્ટ એગ્રીમેન્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તો?
જો તમારા રેન્ટ એગ્રીમેન્ટમાં મોડા ભાડા પર વ્યાજ વસૂલવા અંગે કંઈ લખવામાં ન આવ્યું હોય, તો મકાનમાલિક સીધી રીતે મનસ્વી વ્યાજ વસૂલ કરી શકતો નથી.
આવા સંજોગોમાં મકાનમાલિકે કાનૂની માર્ગ અપનાવવો પડે છે અને નોટિસ આપવી પડે છે. નોટિસમાં વ્યાજ અંગે સ્પષ્ટતા કરવાની રહે છે. અથવા જો લાંબા સમયથી ભાડું બાકી હોય, તો કોર્ટ મારફતે વ્યાજ મેળવી શકાય છે. પરંતુ લેખિત જાણકારી કે શરત વિના મનચહ્યું વ્યાજ વસૂલી શકાતું નથી.
આ પણ વાંચોઃ દિવાળીમાં સાયબર ઠગોનો ખેલ, મીશોની નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકોના બેન્ક ખાતાં ખાલી કરવાનું કૌભાંડ











