ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા : ધો.10ની વિદ્યાર્થીનીએ 5માં માળેથી છલાંગ લગાવી કર્યો આપઘાત

Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં માંજલપુર ખાતે આવેલી રાધા રેસિડેન્સીમાં રહેતી અને ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક તરુણીએ શાળાએથી ઘરે પરત આવ્યાના થોડા જ સમયમાં પાંચમા માળેથી નીચે કૂદીને આપઘાત કર્યો છે.

માંજલપુરની રાધા રેસિડેન્સીમાં વિદ્યાર્થીનીનો આપઘાત

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની દરરોજની જેમ શાળાએથી ઘરે પરત ફરી હતી. ત્યારબાદ અચાનક જ તેણે રાધા રેસિડેન્સીના 5માં માળેથી નીચે છલાંગ લગાવી દીધી. વિદ્યાર્થીની નીચે પછડાતાં જ આસપાસના રહીશો અને પરિવારજનો એકઠા થયા હતા. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાય તે પહેલાં જ તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શાળાએથી ઘરે પરત આવ્યા બાદ 5 માં માળેથી ઝંપલાવ્યું

ધોરણ 10ના મહત્ત્વના શૈક્ષણિક વર્ષ દરમિયાન જ વિદ્યાર્થીનીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. માનસિક તણાવ, અભ્યાસનું ભારણ કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ છે તે અંગે હાલ કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી અને આપઘાતનું પ્રાથમિક કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતના કાગળો તૈયાર કર્યા છે. સગીરાના પરિજનો, શાળાના શિક્ષકો તથા સહપાઠીઓના નિવેદનો નોંધીને આપઘાત પાછળના સાચા કારણ સુધી પહોંચવા માંજલપુર પોલીસે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : નવી સર્વિસ : હવે આ નવરાત્રીમાં ગરબા રમવા માટે ભાડે મળશે પાર્ટનર!

 

Back to top button