ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, થોડીવારમાં મતગણતરી શરૂ થશે

Gujarat Municipal Election Results 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર કરવામાં આવશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.

જો કે આ ચૂંટણી જે પાર્ટી સૌથી વધુ પાલિકા-પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના પરિણામો રીપિટ કરવાનો તો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વનો પડકાર છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી આજે સવારે 9:00 AM થી શરૂ થશે. રાજ્યભરમાં કુલ 382 કેન્દ્રો પર મતોની ગણતરી હાથ ધરાશે, જેમાં 838 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા માટે 6,991 ટેબલ પર ઈવીએમ દ્વારા ગણતરી થશે. આ ભગીરથ કાર્ય માટે 28,240 મતગણતરી સ્ટાફ, 10,257 વર્ગ-4 ના કર્મચારીઓ અને સુરક્ષા માટે 33,750 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2021માં કેવા હતા ચૂંટણી પરિણામ?

2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી. ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે.

ચૂંટણીની આંકડાકીય માહિતી: 

કુલ બિનહરીફ બેઠકો: 736
મતદાન થયું: 9,263
કુલ ઉમેદવારો: 25,537

મહાનગરપાલિકા:

કુલ: 15
કૂલ વોર્ડ: 261
બેઠકો: 1,044
બિનહરીફ બેઠકો: 43
ઉમેદવારો: 3145

નગરપાલિકા

કુલ: 84
વોર્ડ: 656
બેઠકો: 2624
બિનહરીફ બેઠકો: 385
સંપૂર્ણ બિનહરીફ વોર્ડ: 53
મતદાન વોર્ડ: 603
ઉમેદવારો: 5441

જિલ્લા પંચાયત

કુલ: 34
મતદાર મંડળ: 1090
બિનહરીફ બેઠકો: 52
મતદાન બેઠકો: 1038
ઉમેદવારો: 3059

તાલુકા પંચાયત

કુલ: 260
મતદાર મંડળ: 5234
બિનહરીફ બેઠકો: 2
ઉમેદવારી ન ભરાયેલી બેઠકો: 2
મતદાન બેઠકો: 4976
ઉમેદવારો: 13,871

આ પણ વાંચો: 

Back to top button