ગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં ભાજપનો કેસરીયો: પ્રવીણ માળીના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ, ગેનીબેન ઠાકોરની રણનીતિ નિષ્ફળ

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપે એકહથ્થુ શાસન જાળવી રાખ્યું છે. ખાસ કરીને થરાદ અને ભાભર પંથકમાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીની આગેવાનીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હતી, પરંતુ પરિણામો કોંગ્રેસની વિરુદ્ધમાં આવ્યા છે.

પ્રવીણ માળીનું વર્ચસ્વ અકબંધ

થરાદ બેઠક પર ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ પોતાની પકડ મજબૂત સાબિત કરી છે. તેમના મતવિસ્તાર હેઠળ આવતી સંસ્થાઓમાં ભાજપે કોંગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી નથી. ભાભર નગરપાલિકામાં પણ ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. ભાજપના કાર્યકરોમાં આ જીતને લઈ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ગેનીબેન ઠાકોરની હાર કેમ ચર્ચામાં?

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમણે અનેક સભાઓ અને રણનીતિઓ ઘડી હતી, પરંતુ મતદારોએ ભાજપના વિકાસના કામો પર મહોર મારી છે. ગેનીબેનના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ કોંગ્રેસના ઉમેદવારોની હાર થતા પક્ષના આંતરિક માળખામાં સવાલો ઉભા થયા છે.

નગરપાલિકા અને પંચાયતોમાં ભાજપની આગેકૂચ

બનાસકાંઠા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. વિશ્લેષકોના મતે, ભાજપનું સંગઠિત માળખું અને છેવાડાના માનવી સુધી પહોંચવાની રણનીતિ સામે કોંગ્રેસનું નેતૃત્વ નબળું સાબિત થયું છે. આગામી દિવસોમાં આ પરિણામોની અસર ઉત્તર ગુજરાતના રાજકારણ પર લાંબા સમય સુધી જોવા મળશે.

આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક ક્લીન સ્વીપ, તમામ 28 બેઠકો પર ભાજપનો કબજો

આ પણ વાંચોઃ સુરત મતગણતરી કેન્દ્રમાં હિંસા, ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button