ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : RTE અંગે અગત્યના સમાચાર, હજારો અરજી અમાન્ય, જાણો હવે શું કરવાનું?

  • ઓનલાઈન અરજીઓમાં 16 હજારથી વધુ ઓનલાઇન અરજીઓ અમાન્ય
  • 21મીથી 23મી એપ્રિલ દરમિયાન જરૂરિયાત મુજબ ફરી અરજી કરી શકાશે
  • પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28મી એપ્રિલના જાહેર કરાશે

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કરાયેલી ઓનલાઈન અરજીઓમાં 16 હજારથી વધુ ઓનલાઇન અરજીઓ અમાન્ય જાહેર થઈ છે. અરજી અમાન્ય થઇ હોય તેવા અરજદારો 21મીથી 23મી એપ્રિલ દરમિયાન જરૂરિયાત મુજબ ફરી અરજી કરી શકશે.

19મી ફેબ્રુઆરીના જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ 1માં નબળા-વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા 19મી ફેબ્રુઆરીના જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 15મી એપ્રિલ સુધી એકંદરે 2,38,916 જેટલી ઓનલાઈન અરજી મળી હતી. ઓનલાઈન અરજીની ચકાસણી દરમિયાન 16,926 જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય ગણાઈ છે. જે અરજદારોની ઓનલાઇન અરજી અમાન્ય થઈ છે.

પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28મી એપ્રિલના જાહેર કરાશે

આ અરજદારો 21મીથી 23મી એપ્રિલ દરમિયાન આરટીઈના વેબપોર્ટલ પર જઈને એપ્લિકેશન નંબર, જન્મ તારીખ દાખલ કરીને અમાન્ય થયેલી અરજીમાં જો કોઇ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોય તો પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. આ અંગની જાણ અરજદારોને એસએમએસથી કરાઈ છે. અમાન્ય અરજીઓની પુનઃચકાસણી 21થી 24 એપ્રિલ દરમિયાન કરાશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28મી એપ્રિલના જાહેર કરાશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં હવાઈ જહાજોનું રિપેરિંગ, મેઈન્ટેનન્સ થશે ઓગસ્ટથી કામગીરી શરૂ

Back to top button