
Gujarat News : UPSCની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા SPIPA અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને અપાતી પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે આજે તા. 1 જુલાઈ 2026ના રોજ ગુજરાત સરકારે SPIPA અને તેના તાલીમ કેન્દ્રોમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારાની જાહેરાત કરી છે. આ નવી જોગવાઈ હેઠળ હવે ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે દર મહિને રૂ. 4,000 સુધીની સહાય મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દરેક તબક્કે સફળતા બદલ આર્થિક પ્રોત્સાહન
આ સાથે જ પરીક્ષાના દરેક તબક્કે એટલે કે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધી સફળતા મેળવવા બદલ આર્થિક પ્રોત્સાહન અપાશે, જેમાં ખાસ કરીને દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને કુલ રૂ. 2.05 લાખ સુધીની અને યુવકોને રૂ. 1.55 લાખ સુધીની સહાય મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના યુવાનો આર્થિક સંકટ વિના સારી તૈયારી કરી શકશે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધશે.
યુવકોને કુલ 1.55 લાખ અને યુવતીઓને 2.05 લાખ મળશે
આ સહાય અંતર્ગત પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 35,000 અને યુવતીઓને રૂ. 50,000 મળશે. જ્યારે મુખ્ય (મેઇન) પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 45,000 અને યુવતીઓને રૂ. 55,000નું પ્રોત્સાહન અપાશે. UPSCમાં અંતિમ પસંદગી મેળવનાર યુવકોને રૂ. 75,000 અને યુવતીઓને રૂ. 1 લાખની પ્રોત્સાહન સહાય મળશે. આમ તમામ તબક્કાની સહાયને જોડી યુવકોને કુલ રૂ. 1.55 લાખ અને યુવતીઓને કુલ રૂ. 2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય મળશે.
આ પણ વાંચો : એક પક્ષીની લાળ માટે કરોડપતિઓ ખર્ચી રહ્યા છે લાખો રૂપિયા, ખુબીઓ જાણી તમારી આંખો રહી જશે ખુલ્લી












