ગુજરાત: લીફ્ટમાં સગીરાની છેડતી કરવી ભારે પડી, આરોપીને 5 વર્ષની સજાનો આદેશ

- વડોદરાના જવાહરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટની ઘટના
- સગીરા નાના ભાઇની સાથે ટયુશન ક્લાકમાં ગઇ હતી
- લીફ્ટમાં રિકશા ચાલક શખ્સે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા
વડોદરાના જવાહરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા ટયુશન ક્લાક પુરા થતાં તેના નાના ભાઇ સાથે ઘરે પરત જઇ રહી હતી ત્યારે લીફ્ટમાં હાજર એક રિકશા ચાલક શખ્સે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા અને ત્યાર બાદ આ શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી પાંચ વર્ષની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
સગીરા નાના ભાઇની સાથે ટયુશન ક્લાકમાં ગઇ હતી
કેસની વિગત એવી છે કે, ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા તેના નાના ભાઇની સાથે ટયુશન ક્લાકમાં ગઇ હતી અને રાત્રે તે ચોથા માળે આવેલા તેના ફ્લેટમાં લીફ્ટમાં બેસી પરત જઇ રહી હતી ત્યારે એક શખ્સ લીફ્ટમાં આવ્યો હતો. આ શખ્સે સગીરાને ક્યાં માળે જવું છે તેમ કહેતા સગીરાએ ચોથા માળે જવુ છે તેમ કહેતા આ શખ્સે લીફ્ટના તમામ બટન દબાવ્યા હતા અને ત્યાર બાદ તેણે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા.
શખ્સની હરકતથી સગીરા ગભરાઇ ગઇ હતી
આ શખ્સની હરકતથી સગીરા ગભરાઇ ગઇ હતી અને તે રડવા લાગતા આ શખ્સ ફરાર થઇ ગયો હતો. કિશોરીએ તેની માતાને વાત કરતા પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા અને રિકશા ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશ સુરેશભાઇ (રહે.રણોલીગામ)એ જણાવ્યં હતુ કે, ફ્લેટમાં રહેતી એક મહિલાને તે સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો અને છુટ્ટા પૈસા ન હોવાથી તે પૈસા લેવા માટે ફ્લેટમાં આવ્યો હતો. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર.જોષીએ દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપીને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક, કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો












