‘ગામમાં કેમિકલ ફેક્ટરી નહીં!’ કડીના ઈરાણા ગામમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
Gujarart News : મહેસાણા જિલ્લાના કડી તાલુકા સ્થિત ઈરાણા ગામની સીમમાં સર્વે નંબર 1054 પર પ્રસ્તાવિત ‘અમુરા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ’ના કેમિકલ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. આ પ્લાન્ટમાં સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સનું ઉત્પાદન થવાનું હોવાથી પર્યાવરણીય મંજૂરી માટે જીપીસીબી (GPCB) ના અધિકારી નેહલ અજમેરા અને કડી પ્રાંત અધિકારી જાગૃતિ પટેલના અધ્યક્ષસ્થાને લોકસુનાવણી હાથ ધરાઈ હતી.
અણખોલ ગામના ખેડૂતો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
આ સુનાવણીમાં ઈરાણા ઉપરાંત પડોશી ઈન્દ્રાડ અને અણખોલ ગામના ખેડૂતો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રોજેક્ટ સ્થાપવા સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ એવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ કેમિકલ ફેક્ટરી શરૂ થશે તો વાયુ પ્રદૂષણ વધવાની સાથે ભૂગર્ભ જળ પણ ઝેરી બનશે અને ખેતીના બોરમાંથી લાલ-દૂષિત પાણી નીકળવા લાગશે. જમીન અને આરોગ્યના રક્ષણ કાજે ઈરાણા ગ્રામ પંચાયતે કંપનીને મંજૂરી ન આપવા માટે લેખિત રજૂઆત સાથે વિરોધ દર્શાવતો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘અમુરા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.’ સામે આસપાસના ગ્રામજનો મેદાને
કડી તાલુકાના ઈરાણા ગામે સર્વે નંબર 1054 ખાતે આકાર લઈ રહેલી ‘અમુરા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.’ સામે આસપાસના ગ્રામજનો મેદાને પડ્યા છે. કંપની દ્વારા સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સનું ઉત્પાદન શરૂ કરવાની હિલચાલ સામે યોજાયેલી લોકસુનાવણીમાં ઈરાણા, ઈન્દ્રાડ અને અણખોલના સ્થાનિકોએ એકસૂરે વિરોધ નોંધાવ્યો હતો. GPCB પ્રતિનિધિ નેહલ અજમેરા અને પ્રાંત અધિકારી જાગૃતિ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કેમિકલ પ્લાન્ટના લીધે વાતાવરણ દૂષિત થશે અને બોરવેલના પાણી લાલ થઈ જવાથી ખેતી બરબાદ થઈ જશે. આ પ્લાન્ટને અટકાવવા ઈરાણા પંચાયતે વિરોધ ઠરાવ પસાર કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.
આ પણ વાંચો:ગુજરાતનાં શક્તિપીઠોમાં નવરાત્રીનો ઉત્સવ, 11થી 19 ઓક્ટોબર સુધી ખાસ કાર્યક્રમો યોજાશે
‘ગામમાં કેમિકલ ફેક્ટરી નહીં’
ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ કેમિકલ ફેક્ટરી શરૂ થશે તો ઝેરી હવા અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાથી વિસ્તારની ફળદ્રુપ ખેતી બરબાદ થઈ જશે તેમજ લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મામલે જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબી (GPCB) સમક્ષ અગાઉ પણ લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. ગ્રામજનોએ એક અવાજે ચિમકી ઉચ્ચારી છે કે જમીન અને જીવનના ભોગે કોઈપણ સંજોગોમાં અહીં કેમિકલ યુનિટ શરૂ થવા દેવામાં આવશે નહીં.
વિવાદનું કેન્દ્ર: કડીના ઈરાણા ગામમાં પ્રસ્તાવિત અમુરા ઈન્ડસ્ટ્રીઝ સામે પર્યાવરણીય મંજૂરી માટે યોજાયેલી લોકસુનાવણીમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ.
ત્રણ ગામોનો મોરચો: ઈરાણા, ઈન્દ્રાડ અને અણખોલના સેંકડો રહીશોએ એકઠા થઈ કંપની સામે સૂત્રોચ્ચાર કર્યા.
નુકસાનની ભીતિ: કેમિકલ યુનિટથી હવા-પાણી ઝેરી બનશે, બોરવેલના પાણી દૂષિત થવાથી ખેતી અને માનવ સ્વાસ્થ્યને અકલ્પનીય નુકસાન પહોંચશે.
આરપારની લડાઈ: કલેક્ટર અને GPCB ને અગાઉ રજૂઆત કરી ચૂકેલા ગ્રામજનોએ કંપની સામે કાયદાકીય અને આંદોલનાત્મક લડત ચાલુ રાખી પ્લાન્ટ રોકવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો.












