ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં હરિયાળી: સેન્સેક્સ 410 પોઈન્ટ વધીને 81,597 પર બંધ

નવી દિલ્હી, 21 મે 2025: શેરબજાર બુધવારે વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. બુધવાર, 21 મે, અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 410 પોઈન્ટના વધારા સાથે 81,597ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 130 પોઈન્ટની તેજી રહી, તે 24,813ના સ્તરે બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 82,021.64 પોઈન્ટ અને નિફ્ટી 24,946.20 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારબાદ તે ફરી એકવાર ઘટવા લાગ્યો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં તેજી સાથે બંધ થયા. બજાજ, ફિનસર્વ, ટાટા સ્ટીલ, સન ફાર્મા સહીત કુલ 8 શેરોમાં 2%ની તેજી રહી, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક સહીતના 6 શેરમાં 1%નો ઘટાડો રહ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSEના ફાર્મા ઇન્ડેક્સમાં 1.51%, હેલ્થ કેરમાં 1.26% અને રિયલ્ટીમાં 1.08%નો વધારો થયો છે. જ્યારે, આઇટી, મેટલ અને સરકારી બેંકિંગ સેક્ટરમાં સામાન્ય તેજી છે.

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ લગભગ 40 પોઈન્ટ (0.10%) ઘટીને 37,500 પર છે. કોરિયાનો કોસ્પી લગભગ 30 પોઈન્ટ (1%) વધીને 2,625 પર કારોબાર કરી રહ્યો છે. જિયો પોલિટિકિલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો, અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે આજે ભારતીય શેરબજાર સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી વિદેશી રોકાણકારોએ રૂ. 10542.05 કરોડની વેચવાલી નોંધાવી છે. સામે ગઈકાલે ડીઆઈઆઈએ રૂ. 6738.39 કરોડની ખરીદી કરી હતી.

આ પણ વાંચો….IRCTC Rail Connectથી કેટલું અલગ SwaRail? કેટલા એડવાન્સ ફિચર્સ મળશે?

Back to top button