Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબઃ …તો પછી બંધારણીય અરાજકતા સર્જાશે

નવી દિલ્હી, 16 ઓગસ્ટ, 2025: Government to Supreme Court: in that case constitutional chaos will arise કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ આપતા જણાવ્યું છે કે જો રાજ્યપાલોને સમયમર્યાદામાં બાંધવામાં આવશે તો બંધારણીય અરાજકતા સર્જાશે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલોએ સરકારી ખરડા પર નિર્ણય નિશ્ચિત સમયમર્યાદામાં લેવો જોઈએ. જોકે  કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો દ્વારા ખરડા પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવા અંગેના સુપ્રીમ કોર્ટના વલણનો વિરોધ કર્યો છે.

આ વર્ષે એપ્રિલ મહિનામાં બે ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિએ ખરડા પર નિર્ણય નિશ્ચિત સમયમર્યાદામાં લેવો જોઈએ. ખંડપીઠે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ખરડા પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાથી વધુ સમય ન લેવો જોઈએ, જ્યારે રાજ્યપાલોએ એક મહિનાથી વધુ સમય ન લેવો જોઈએ. જો આમ ન થાય તો કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે.

દેશના ભાગલા માટે “આ ત્રણ” જવાબદાર હતાઃ જાણો NCERTના નવા અભ્યાસક્રમમાં શું શું બદલાયું?

જોકે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ આ રીતે હસ્તક્ષેપ કરશે તો બંધારણીય અરાજકતા સર્જાશે. સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબમાં જણાવ્યું છે કે આ પ્રકારની સમયમર્યાદા નક્કી કરવાથી બંધારણીય સંકટ ઊભું થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને મળેલી વિશેષ સત્તાઓમાં પણ બંધારણમાં સંશોધન કરવાનો કે કાયદા ઘડનારાઓઓને હરાવવાના ઈરાદે પગલાં લેવાનો અધિકાર નથી.

સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યું કે આ રીતે રાજ્યપાલ જેવા બંધારણીય પદની ગરિમાને ઘટાડી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિનાં પદ લોકતાંત્રિક વ્યવસ્થાનાં ઉચ્ચ પદ છે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેને રાજકીય અને બંધારણીય રીતે નિયંત્રિત કરવામાં આવશે. આમાં ન્યાયપાલિકાનો હસ્તક્ષેપ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલને અધિકાર છે કે તેઓ ખરડાને મંજૂરી આપી શકે છે અથવા રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.

કેનેડામાં ભારતીયોની વધી મુશ્કેલી, PR અરજીઓનો અસ્વીકાર દર નોંધપાત્ર રીતે વધ્યો

તમિલનાડુના કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ પણ ખરડાને મંજૂરી આપવા માટે સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ. આ પછી રાષ્ટ્રપતિ તરફથી પ્રેસિડેન્શિયલ રેફરન્સ મોકલવામાં આવ્યો હતો, જેના અંગે 12 ઓગસ્ટ સુધી તમામ પક્ષોએ લેખિત જવાબ આપવાનો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ પ્રેસિડેન્શિયલ રેફરન્સ મોકલીને સુપ્રીમ કોર્ટને કુલ 14 સવાલો પૂછ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ 19 ઓગસ્ટે આ મામલાની સુનાવણી કરશે, જેમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પણ સામેલ હશે. કોર્ટે જણાવ્યું છે કે બંને પક્ષોને ચર્ચા માટે ચાર-ચાર દિવસનો સમય આપવામાં આવશે અને 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી પૂર્ણ થઈ જશે.

સુનાવણીની સુવિધા માટે સુપ્રીમ કોર્ટે બંને પક્ષો માટે નોડલ વકીલો નિયુક્ત કર્યા છે. કપિલ સિબ્બલ તરફથી મિશા રોહતગી નોડલ વકીલ હશે, જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી અમન મહેતા નોડલ વકીલ હશે.

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર થયેલા ખરડાને અનિશ્ચિત સમય માટે રોકી રાખવાનો અધિકાર નથી. ખંડપીઠે કહ્યું હતું કે જો રાજ્યપાલ ઈચ્છે તો ખરડાને ફરીથી વિચારણા માટે વિધાનસભા ગૃહમાં મોકલી શકે છે. ગૃહ દ્વારા ફરીથી પસાર થયેલા ખરડાને રોકવાનો વિકલ્પ નથી. રાષ્ટ્રપતિ પાસે મોકલવાના નામે તેને અટકાવી શકાય નહીં. જોકે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની આ દલીલ અને નિર્ણય માન્ય રાખ્યા નથી અને જવાબ આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં શું થશે તેના ઉપર સૌની નજર રહેશે.

૬.૭૫ કિલો સોનું, કરોડો રોકડા… કોંગ્રેસ ધારાસભ્યના ઘર અને કંપનીઓ પર EDના દરોડામાં જાણો શું-શું  મળ્યું?

Back to top button