ગુજરાતના આ શહેરમાં રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર

- રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન
- ટ્રેન સેવાઓ 15-16 નવેમ્બર, 2025થી નિયમિતપણે શરૂ
- પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન સેવાઓ 15 અને 16 નવેમ્બર, 2025થી નિયમિતપણે શરૂ થશે. આ ફેરફારોને કારણે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન:
ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ 14 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ સ્ટેશનેથી સવારે 10:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14:40 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
મુખ્ય રોકાણ અને સ્ટોપેજ:
ઉપરોક્ત તમામ ટ્રેનો પોતાની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવના સ્ટેશનો પર રોકાશે.
સમયમાં ફેરફાર
નવી ટ્રેનો શરૂ કરવાના ભાગરૂપે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કોર્પોરેશન પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલશે












