અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર: દીવ હવે કલાકમાં પહોંચી જવાશે એ પણ સસ્તામાં

અમદાવાદ, 17 મે 2025: હવે દીવ જનારા પ્રવાસીઓ માટે ખુશ ખબર છે. અમદાવાદથી હવે દીવની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. રવિવારથી દીવ-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. જેથી દીવ અને દમણનો પ્રવાસ સહેલો થયો. ઉડાન યોજના હેઠળ શુક્રવાર (16 મે)થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં છે. જેનું ભાડું 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે. જે એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચાડી દેશે.
પ્રવાસીઓએ દીવ જવા માટે 8 કલાકની રોડ ટ્રીપ નહીં કરવી પડે, ફ્લાઇટ મારફતે માત્ર 1 કલાકમાં જ દીવ પહોંચી શકાશે.પ્રાદેશિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવના સ્ટારના ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન બન્યું છે. આ સિવાય દીવમાં NRI લોકો વધુ હોવાના કારણે ગોવામાં વારંવાર પાસપોર્ટના કામ માટે જવાનું હોવાથી આ સેવાથી સુવિધા મળશે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ઉડે દેશ કા આમ નાગરિક (UDAN)’ યોજના હેઠળ આ નવા રૂટની શરૂ કરવામાં આવી છે.
આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં લેન્ડ થશે. દીવથી પરત ફરતી વખતે ફ્લાઇટ સવારે 11:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ સર્વિસ માટે સ્ટાર એરના 50-સીટવાળા એમ્બ્રેર ERJ-145 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. આમ અમદાવાદથી સોમનાથ જતા શ્રદ્ધાળુઓને પણ મોટી સરળતા મળી રહેશે. હવે ઓછા સમયમાં અમદાવાદથી સોમનાથ દર્શન કરીને પરત ફરી શકાશે. આ ઉપરાંત સુંદર દરિયા કીનારો ધરાવતા દીવનો પણ પ્રવાસ માણી શકાશે.
આ પણ વાંચો..લો….. હકીકતમાં થઈ ગઈ હેરાફેરી: પરેશ રાવલે છોડી હેરાફેરી 3, જાણો કારણ











