ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત, 25 લોકો ઘાયલ થયા

Gongal road accident: ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે એક ખાનગી બસ (નંબર: GJ18U 9985) શ્રદ્ધાળુઓને લઈને બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.

આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે ખાનગી બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું, પરંતુ તે જ સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટતાં જ વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરોની ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે મોત

આ ગમખ્વાર અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી બે મહિલાના કરુણ મોત નીપજ્યાં છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

  1. શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ)
  2. મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ)

અકસ્માત બાદ ઘટનાસ્થળેથી હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બસ પલટી ગયા બાદ અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા.

Back to top button