ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજે કેટલું સસ્તુ થયું

Gold and silver prices drop again: આજે સોનું અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં વેચવાલી અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે સોનું અને ચાંદી બંનેના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

24 કેરેટ સોનાના ભાવમાં આજે પ્રતિ 10 ગ્રામ 940 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈકાલે સોનાનો ભાવ 1,41,070 રૂપિયા હતો, જે આજે ઘટીને 1,40,130 રૂપિયા પર આવી ગયો છે. તેવી જ રીતે 22 કેરેટ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ 860 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 1,29,220 રૂપિયાના સ્તરે રહેલું સોનું આજે 1,28,360 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. ગઈકાલે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 10,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો. જ્યારે આજે તેમાં વધુ 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હાલ ચાંદીનો ભાવ 2,34,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકન ડોલર 13 મહિનાના ઉચ્ચતમ સ્તર 101.50 સુધી પહોંચતા સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. સાથે જ અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના ઓછી થવાને કારણે રોકાણકારો સોનામાંથી નફાવસૂલી કરી રહ્યા છે. જેના કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જોકે, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ UBSએ ભવિષ્યમાં સોનું અને ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાની શક્યતા વ્યક્ત કરી છે. UBSના અનુમાન પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષના અંત સુધી સોનાનો ભાવ 5500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. એટલે કે આગામી છ મહિનામાં સોનાના ભાવમાં લગભગ 36 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

બજાર નિષ્ણાતો માને છે કે હાલનો ઘટાડો તાત્કાલિક છે અને લાંબા ગાળે કિંમતી ધાતુઓમાં ફરી મજબૂતી જોવા મળી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ SG હાઈવે પર 4 લકઝુરિયસ કાર એકબીજા સાથે ટકરાઈ, ચાર ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

Back to top button