ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ SG હાઈવે પર 4 લકઝુરિયસ કાર એકબીજા સાથે ટકરાઈ, ચાર ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

ગાંધીનગર- સરખેજ હાઇવે પર મોડી રાત્રે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી ચાર લકઝુરિયસ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ તુરંત જ એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

રાત્રે બેઠા હતા ત્યારે જોરદાર અવાજ આવ્યો

પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે, અકસ્માત સ્થળની નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મોડી રાત્રે તેઓ અને તેમના સાથી મિત્રો કામકાજમાંથી થોડો બ્રેક લઈને નીચે બેઠા હતા.તે સમયે અચાનક આશરે ત્રણસો મીટર દૂરથી એક જોરદાર અને કાન ફાડી નાખે તેવો ધડાકાભેર અવાજ સંભળાયો હતો.

ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ

અવાજ સાંભળતાની સાથે જ યુવરાજસિંહ અને તેમના મિત્રો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. ત્યાં પહોંચીને જોયું તો ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ પડી હતી અને ક્રેટા ગાડી ધાણીની જેમ સળગી રહી હતી.

આ પણ વાંચો: ગુજરાતનો રાજકીય નકશો બદલાશે? લોકસભાની 39 અને વિધાનસભામાં 273 બેઠક થવાની સંભાવના

Back to top button