ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગીર સોમનાથ : વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી, એકનું મૃત્યુ 23 મુસાફર ઈજાગ્રસ્ત

  • બસમાં 55 યાત્રાળુઓ હતા અને તે બધાને નાની મોટી ઈજાઓ થઈ
  • યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા
  • આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું

ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી ગઈ હતી. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 23 મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા.

બસમાં 55 યાત્રાળુઓ હતા અને તે બધાને નાની મોટી ઈજાઓ થઈ

બસમાં 55 યાત્રાળુઓ હતા અને તે બધાને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેરાવળ-કોડીનાર હાઇવે પર બસ પલટી ગઈ ત્યારે નજીકના ગામડાના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા, ત્યારબાદ સુંદરપરા ગામ પાસે આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું

આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. વેરાવળના ખારવા સમાજના લોકો તીર્થયાત્રા પર ગયા હતા અને આ અકસ્માત થયો, તેઓ ધુળેટી તહેવાર માટે તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે મુસાફરો અને ડ્રાઇવરના નિવેદનો લીધા છે. બસ કેવી રીતે પલટી ગઈ તે અંગે હજુ સુધી માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો: અમદાવાદ : હેલ્થ ઈન્શ્યોરન્સ હોવા છતાં હોસ્પિટલોમાં નહીં મળે કેશલેસ સુવિધા, 3 કંપનીઓ સામે વિરોધ

Back to top button