ગિલ-ઐયરને BCCI સામે આપવો પડશે જવાબ? મુંબઈમાં યોજાશે મહત્વની બેઠક
BCCI : ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં તો ટેસ્ટ શ્રેણી જીતી લીધી, પરંતુ તે પહેલાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. હવે શુભમન ગિલ (Shubman Gill) અને શ્રેયસ અય્યરને આ અંગે જવાબ આપવો પડશે.

અહેવાલો અનુસાર, ગુરુવારે બીસીસીઆઈ (BCCI) સચિવ સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન મળેલી હારની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરને પણ બોલાવવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા વન-ડે અને ટી20 બંને શ્રેણી હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે ટી20 શ્રેણીમાં ભારતને 4-0થી પરાજય આપ્યો હતો, જ્યારે વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 1-2થી હારી ગઈ હતી. આ ઉપરાંત, આયર્લેન્ડે પણ ટીમ ઇન્ડિયા સામે 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

આ પણ વાંચો:ભરપેટ ભોજન બાદ પણ ફરી લાગે છે ભૂલ? જાણો શું છે કારણ
BCCI દ્વારા આ બેઠક ઇંગ્લેન્ડ પ્રવાસ પછી તરત જ યોજવાની હતી, પરંતુ શ્રીલંકા પ્રવાસના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ બેઠકમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન થયેલા પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવશે.

મુંબઈ સ્થિત BCCI ના મુખ્ય મથકે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના વડા વીવીએસ લક્ષ્મણને પણ બોલાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સાથે ટીમ ઇન્ડિયાના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો:ઘર બનાવતી વખતે 4 ઈંચની દીવાલમાં કેમ લગાવાય છે લોખંડની જાળી? જાણો તેના ફાયદા












