ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

કમલમમાં ભાજપની હાઈવોલ્ટેજ બેઠક, આગામી કાર્યક્રમો માટે તૈયાર થઈ બ્લૂપ્રિન્ટ

Gandhinagar : ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ પ્રભારી તરુણ ચુગની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠનાત્મક બેઠકોનો દોર યોજાયો હતો. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ, તમામ જિલ્લા-મહાનગર પ્રમુખો, પ્રભારીઓ તેમજ વિવિધ મોરચાના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંથન બેઠકમાં છેલ્લા એક માસ દરમિયાન હાથ ધરાયેલા સંગઠનાત્મક અભિયાનોની સર્વાંગી સમીક્ષા કરવા ઉપરાંત આગામી દિવાળી સ્નેહમિલન સમારોહ અને પક્ષની ભાવી રણનીતિ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિવાળી સ્નેહમિલન અને સંગઠનની આગામી પ્રવૃત્તિઓ અંગે રોડમેપ તૈયાર

કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર, અજય મહાવર અને ગોમતી સહાય સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ સંગઠનની કામગીરીને છેવાડાના બૂથ સુધી વધુ સુદ્રઢ બનાવવા, પક્ષ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જનસંપર્ક કાર્યક્રમોના અમલીકરણ અને દિવાળી પર્વ નિમિત્તે જિલ્લા તથા મહાનગર કક્ષાએ વિશાળ કાર્યકર્તા સ્નેહમિલન સંમેલનો યોજવા અંગે સર્વગ્રાહી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

કોંગ્રેસ સામે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ ઝુંબેશ તેજ કરાશે

સંગઠનાત્મક સમીક્ષાની સાથે સાથે વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ સામે પક્ષ દ્વારા શરૂ કરાયેલા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનને વધુ આક્રમક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, લોકશાહી ઢબે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના બદલે કોંગ્રેસ અરાજકતા ફેલાવવાના પેંતરા કરી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા પદયાત્રાઓ અને જનસંપર્ક અભિયાનો ચલાવીને વિપક્ષના નકારાત્મક વલણની વાસ્તવિકતા જનતા સમક્ષ ખુલ્લી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ધનતેરસ અને શુક્ર પ્રદોષનો દુર્લભ સંયોગ, ભોલેનાથને આ રીતે કરો પ્રસન્ન

રાજકોટ અને સુરતમાં કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાશે

વિપક્ષ સામેની આ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં મોરચો સંભાળશે. 2 નવેમ્બરના રોજ રાજકોટ ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પત્રકાર પરિષદને સંબોધશે, જ્યારે 5 નવેમ્બરના રોજ સુરતમાં કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલ પત્રકારો સમક્ષ વિપક્ષી ગઠબંધન સામે પક્ષનો પક્ષ રજૂ કરશે. આમ, પ્રદેશ ભાજપ એક તરફ સંગઠનને મજબૂત કરવા કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષને ઘેરવા માટે રાજ્યવ્યાપી કવાયત તેજ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

Back to top button