FPIનું સેલિંગ રોકાઈ રહ્યું નથી, માર્ચના પહેલા 15 દિવસમાં ભારતીય શેરોમાંથી ₹52704 કરોડ કાઢ્યા!

- અગાઉ ફેબ્રુઆરીમાં FPI એ ભારતીય શેરબજારમાં ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું, જે 17 મહિનાનું ઉચ્ચ સ્તર હતું
Stock Market News: માર્ચના પહેલા 15 દિવસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ સ્થાનિક શેરબજારમાંથી ₹52,704 કરોડ પાછા ખેંચી લીધા છે. આ પાછળના કારણો પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ, રૂપિયાનું અવમૂલ્યન અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતના વિકાસ અને કોર્પોરેટ કમાણી પર અસર કરી શકે તેવી ચિંતા છે. અગાઉ ફેબ્રુઆરીમાં FPI એ ભારતીય શેરબજારમાં ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું, જે 17 મહિનાનું ઉચ્ચ સ્તર હતું.
ડિપોઝિટરી ડેટા અનુસાર તેમણે જાન્યુઆરીમાં 35,962 કરોડ રૂપિયા, ડિસેમ્બર 2025માં 22,611 કરોડ રૂપિયા અને નવેમ્બર 2025માં 3,765 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં (13 માર્ચ સુધી) FPIs એ ભારતીય શેરબજારોમાં લગભગ 52,704 કરોડ રૂપિયાનું સેલિંગ કર્યું છે.
બજાર નિષ્ણાતો શું કહે છે?
બજાર નિષ્ણાતો કહે છે કે FPIs ના ઉપાડનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં વધતો ભૂ-રાજકીય તણાવ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં લાંબા સમય સુધી સંઘર્ષની આશંકાએ બ્રેન્ટ ક્રૂડને પ્રતિ બેરલ $100 થી વધુ ધકેલી દીધું છે. આ ઉપરાંત રૂપિયો પ્રતિ ડોલર 92 ના સ્તરની આસપાસ નબળો રહે છે. વધતા બોન્ડ યીલ્ડ વચ્ચે FPI હવે સેલિંગ કરી રહ્યા છે.
અન્ય એક નિષ્ણાતે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, રૂપિયાનું અવમૂલ્યન અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતના વિકાસ અને કોર્પોરેટ કમાણીને અસર કરી શકે તેવી ચિંતાઓએ FPI સેન્ટિમેન્ટને અસર કરી છે. છેલ્લા 18 મહિનામાં વિકસિત અને ઉભરતા બજારોની તુલનામાં ભારતમાંથી નબળા વળતરને કારણે પણ FPIના રસમાં ઘટાડો થયો છે. દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીન હાલમાં વધુ આકર્ષક બજારો તરીકે જોવામાં આવે છે.
માર્ચના બીજા ક્વાર્ટર માટે આઉટલુક સતર્ક
જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં FPI વેચાણ ટૂંકા ગાળા માટે રહેવાની શક્યતા છે. સકારાત્મક બાબત એ છે કે નાણાકીય શેરોમાં ભારે FPI વેચાણને કારણે સ્થાનિક રોકાણકારો માટે મૂલ્યાંકન આકર્ષક બન્યું છે. માર્ચના બીજા ક્વાટરમાં ભવિષ્ય સાવધ રહેશે. જો ભૂ-રાજકીય તણાવ ઓછો થાય અથવા બેંકિંગ અને વપરાશ ક્ષેત્રોમાંથી Q4 કમાણી અપેક્ષા કરતા સારી રહે, તો આઉટફ્લો ઘટી શકે છે. જોકે તેલના ભાવમાં વધુ વધારો અથવા નવી વૈશ્વિક અનિશ્ચિતતા વેચાણનું દબાણ વધારી શકે છે.












