ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

વિશ્વ બજારોમાં ધોવાણને પગલે બીએસઇ અને નિફ્ટી પ્રારંભથી જ પટકાયા

મુંબઇ, 21 નવેમ્બર, 2025: અમેરિકન ફેડરલ બેન્કના વ્યાજ દરોની ચિંતાને પગલે અને વૈશ્વિક ટેકનોલોજી શેરોમાં થયેલા ધોવાણને પગલે આજે ભારતીય ઇક્વિટી બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી પ્રારંભથી જ મોટા ઘટાડા સાથે ખલ્યા હતા. જેમાં બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 85,632 સામે 285 પોઇન્ટ ઘટીને ખુલ્યો હતો અને હાલમાં સુધરીને 143 પોઇન્ટના ઘટ્યા મથાળે ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 પાછલા બંધ 26,192 સામે 83 પોઇન્ટ નીચે ખુલી હતી અને હાલમાં 62 પોઇન્ટ નરમ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજાર તેના રેકોર્ડ ઊંચા સ્તરની નજીક છે, નિફ્ટી 50 ફક્ત 85 પોઈન્ટ દૂર છે. વિશ્લેષકોના અનુસાર સ્થાનિક પ્રવાહિતા અને વિદેશી રોકાણ બજારને તેજીમાં રાખશે. પરંતુ રૂપિયાની નબળાઇ ચિતાનું કારણ છે. બીજી બાજુ એફએન્ડઓ સેગમેન્ટમાં સેઇલ અને સમ્માન કેપિટલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દરમિયાનમાં આજે સવારે 8.57 કલાકે ગિફ્ટ નિફ્ટી 65 પોઇન્ટ નીચે ટ્રેડ કરી રહી હતી. નોંધનીય છે કે ગઇકાલે ગઇકાલે બીએસઇ સેન્સેક્સ 446 પોઇન્ટ અને નિફ્ટી 139 પોઇન્ટ વધીને બંધ આવ્યા હતા.

એશિયન માર્કેટ

અમેરિકન વ્યાજ દરો સામે રોકાણકારોએ ચિંતા વ્ક્ત કરતા, નરમ યુએસ જોબ ડેટા અને વૈશ્વિક ટેકનોલોજી શેરોમાં ભારે વેચવાલીને પગલે એશિયન માર્કેટ્સ આજે સવારે અત્યંત નીચા સ્તરે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જેમાં જાપાનનો નિક્કેઇ 225 નિર્દેશાક પ્રારંભમાં જ 1.57 ટકા ઘટ્યો હતો. જ્યારે ટોપીક્સ 0.72 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 4.09 ટકા અને કોસડેક 3.01 ટકા ઘટ્યો હતો. તદુપરાંત ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 1.3 ટકા ઘટ્યો છે.

અમેરિકન માર્કેટ

અમેરિકન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓવરનાઇટ ટ્રેડમાં નાસડેક પ્રારંભમાં વધ્યા બાદ 2.16 ટકા ઘટ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 0.84 અને S&P 500 ઇન્ડેક્સ પણ 1.56 ટકા ઘટ્યો હતો.

આજે આ શેર્સ રહેશે ફોકસમાં

TCS

TCS અને યુએસ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ TPG સંયુક્ત રીતે હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર બનાવશે. તેઓ સંયુક્ત રીતે ઇક્વિટીમાં રૂ. 18,000 કરોડનું રોકાણ કરશે અને 4.5-5 અબજ ડોલરનું ઋણ એકત્ર કરશે. આ સંયુક્ત સાહસનું નામ હાઇપરવોલ્ટ AI ડેટા સેન્ટર રાખવામાં આવશે.

ગ્રો

લિસ્ટિંગ પછીના પ્રથમ ક્વાર્ટરના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. IPO પછી 94% વધનાર સ્ટોક ત્યારથી 18%થી વધુ ઘટ્યો છે. બધાની નજર પરિણામો અને મેનેજમેન્ટના નિવેદન પર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)

નવા EU પ્રતિબંધોને કારણે, તેની જામનગર નિકાસ રિફાઇનરીમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. 1 ડિસેમ્બરથી, આ રિફાઇનરીમાંથી બધી નિકાસ બિન-રશિયન ક્રૂડ કરવામાં આવશે.

PVR આઇનોક્સ

આ નાણાકીય વર્ષમાં, 100 નવી સ્ક્રીન ઉમેરવામાં આવશે, જ્યારે 10-15 નબળી કામગીરી કરતી સ્ક્રીનો બંધ થઈ શકે છે. નાના શહેરોમાં પણ વિસ્તરણ થશે, ટિકિટના ભાવ રૂ.150-200 નક્કી કરવામાં આવશે.

JSW એનર્જી:

ધિરાણકર્તાઓએ રાયગઢ ચંપા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હસ્તગત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે હાલમાં નાદારીની પ્રક્રિયામાં છે.

અશોક લેલેન્ડ

તેની ડીઝલ ટ્રક શ્રેણીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપની નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે મજબૂત ઉદ્યોગ વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)

નાણાકીય વર્ષ 2030 સુધીમાં ઓટો ક્ષેત્રની એકીકૃત આવકમાં 8 ગણો વધારો કરવાનો ધ્યેય રાખે છે. SUV અને હળવા વાણિજ્યિક વાહનો પર મોટી આશા છે.

આ પણ વાંચોઃ આ કંપની 18000 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપશે AI ડેટા સેન્ટર

Back to top button