ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આ કંપની 18000 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપશે AI ડેટા સેન્ટર

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: ટાટા ગ્રુપની કંપી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે ગુરુવારે જણાવ્યું હતુ કે તે પોતાના AI ડેટા સેન્ટર બનાવવા માટે ગ્લોબલ ઓલ્ટરનેટીવ એસેટ મેનેજર TPG સાથે ભાગીદારી કી છે. AI ડેટા સેન્ટર યુનિટ હાયપરવોલ્ટને આગળવધારવા મટે બન્ને કંપનીઓ કેટલાકં વર્ષોમાં મળીને 18000 કરોડ સુધીનું રોકાણ કરશે, જેથી દેશના ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી વધુ મૂડીરોકાણ પ્રતિબદ્ધતામાંથી એક બની જશે.

TPGનો હિસ્સો કેટલો હશે?

TCS એ જણાવ્યું હતું કે HyperVaultમાં રોકાણ ઇક્વિટી, ફરજિયાત કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને વધારાના દેવાના મિશ્રણ દ્વારા કરવામાં આવશે. TPG કુલ પ્રતિબદ્ધતાના રૂ. 8,820 કરોડ સુધીનું રોકાણ કરશે, જેમાં TCS બાકીનો હિસ્સો 51:49 મૂડી ભાગીદારી માળખું જાળવવા માટે આપશે. રોકાણ તબક્કાવાર કરવામાં આવશે, જે પૂર્વ-અસ્તિત્વમાં રહેલી શરતો અને કાનૂની મંજૂરીઓને આધીન છે. અંતિમ રોકાણ ક્રમના આધારે, TPG HyperVaultમાં 27.5 થી 49 ટકા હિસ્સો ધરાવે છે તેવી અપેક્ષા છે.

TCS ની યોજનાઓ શું છે?

AI ડેટા સેન્ટર્સ પર TCSનું ધ્યાન સતત વધી રહ્યું છે. કંપની દેશમાં 1 ગીગાવોટની ક્ષમતા સાથે ડેટા સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે. ભવિષ્યમાં, AI કંપનીઓને જે ઝડપી હોય અને ઓછી વીજળીનો વપરાશ કરે એવા ડેટા સેન્ટર્સની જરૂર પડશે. TCS આ બદલાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે પોતાને તૈયાર કરી રહી છે.

TCSનું HyperVault AI અને નોન-AI ડેટા સેન્ટર કામગીરી માટે વિશિષ્ટ વાહન તરીકે સેવા આપશે. ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતનું ડેટા સેન્ટર બજાર 2030 સુધીમાં 10 GWને વટાવી જવાનો અંદાજ છે, જે હાલમાં આશરે 1.5 GW છે.

આ પણ વાંચોઃ દુનિયાની ટોચની 100 બેન્કોમાં જલ્દી શામેલ થશે વધુ એક ભારતીય બેન્ક, હાલમાં ફક્ત SBI અને HDFCનો સમાવેશ

Back to top button