ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, આગામી 5 દિવસ મેઘમહેર નહીં, મેઘકહેર!

IMD heavy rain alert: ચોમાસું હવે સમગ્ર દેશમાં ફરી એકવખત પૂરજોશમાં સક્રિય થયું છે. લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વેટઠી રહેલા નાગરિકો માટે હવે રાહતના સમાચાર છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આવતા 4 થી 5 દિવસ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોમાં મુશળધારથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી (બે ઓફ બેંગાલ) માં એક મજબૂત ‘લો-પ્રેશર સિસ્ટમ’ એટલે કે હવાનું હળવું દબાણ ઊભું થયું છે. આ સિસ્ટમ આગામી 3 દિવસમાં ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ ફંટાશે. આ નવી હવામાન સિસ્ટમના પ્રભાવથી મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતના પંથકોમાં મેઘરાજા જોરદાર તોફાની એન્ટ્રી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.

દિલ્હીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે 4 થી 7 જુલાઈ દરમિયાન મહાનગરમાં વાતાવરણ એકદમ આહલાદક બની જશે. આજે (4 જુલાઈએ) બપોર બાદ કલાકના 30 થી 50 કિલોમીટરની તીવ્ર ઝડપે ઠંડો પવન ફૂંકાવાની સાથે હળવી મેઘમહેર થવાની સંભાવના છે, જેના લીધે મહત્તમ તાપમાનનો પારો 35 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહેશે. આવતીકાલે એટલે કે 5 જુલાઈએ પણ ગાજવીજ અને ચમકારા સાથે વરસાદી માહોલ જારી રહેશે (મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી અને લઘુત્તમ 27 થી 29 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે).

ત્યારબાદ, 6 અને 7 જુલાઈએ પણ ધીમી ધારે થનારા વરસાદને કારણે દિલ્હીના તાપમાનમાં મોટો ગરકાવ જોવા મળશે અને પારો ગગડીને 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી જશે. પરિણામે, લાંબા સમયથી બફારો વેઠી રહેલા લોકોને કાળઝાળ ગરમીમાંથી બહુ મોટી શાંતિ મળશે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ઉત્તર પ્રદેશના વાતાવરણમાં પણ આગામી દિવસોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પશ્ચિમ યુપીમાં 4 થી 7 જુલાઈ અને પૂર્વ યુપીના ભાગોમાં 4 થી 6 જુલાઈ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જો કે, અસલી મેઘતાંડવ આગામી સમયમાં જોવા મળશે; જેમાં 8 થી 10 જુલાઈ વચ્ચે પૂર્વ યુપીમાં અને 9 તથા 10 જુલાઈએ પશ્ચિમ યુપીના જુદા જુદા જિલ્લાઓમાં ભારે આફત રૂપી વરસાદ વરસી શકે છે. આ ચોમાસુ માહોલ દરમિયાન કલાકના 40 થી 50 કિલોમીટરની તીવ્ર ગતિએ તોફાની પવન ફૂંકાવાની પણ આશંકા છે.

હવામાન વિભાગે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે કે, જ્યારે પણ કડાકા-ભડાકા સાથે વીજળી ચમકે ત્યારે ખુલ્લા મેદાનો કે ખેતરોમાં જવાનું ટાળવું, તેમજ મોટાં ઝાડ અને લોખંડના વીજળીના થાંભલાઓથી યોગ્ય અંતર જાળવી રાખવું જેથી અકસ્માતથી બચી શકાય.

આ પણ વાંચો :દરરોજ 30 મિનિટ ચાલવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો વોકિંગનો સાચો સમય

આ પણ વાંચો :કાળા ચણામાંથી બનાવો આ 5 પૌષ્ટિક ડિશ, સ્વાદ સાથે મળશે ભરપૂર પ્રોટીન

Back to top button