ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

પહેલા ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, પછી ધીરે ધીરે થયો પ્રેમ પછી પ્રેમમાં આવ્યો એવો ટ્વિસ્ટ કે….

  • પ્રેમીનું રહસ્ય ખૂલતાં પ્રેમિકા પહોંચી પોલીસ સ્ટેશન

HD ન્યૂઝ ડેસ્ક, 24 જૂન, સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી અને સંબંધ બનાવનાર લોકો થઇ જજો સાવધાન. લવ મેરેજ કરવાએ કોઈનો પણ હક છે, પરંતુ આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં છોકરીઓ ફસાઈ રહી છે. પહેલા મિત્રતા કરીને પછી પ્રેમનું નાટક, પછી ધર્મ પરિવર્તન અને લગ્ન. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં લવ જેહાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર ભૈયુ નામના યુવક સાથે મિત્રતા કરી અને પછી પ્રેમ થઈ ગયો. જે બાદ ખબર પડી કે તે મુસ્લિમ છે. તેણીએ જણાવ્યું કે તે તેની સાથે બળાત્કાર કરતો હતો અને તેને માર મારતો હતો.

ધર્મ બદલવા માટે કરતો હતો દબાણ

સોશિયલ મીડિયાના જમાનામાં અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી અને પ્રેમ કરવો એ કેટલું મોંઘું પડી શકે છે તેનું ઉદાહરણ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં સામે આવ્યું છે. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં લવ જેહાદમાં એક યુવકે પોતાનું નામ બદલીને ઈન્સ્ટાગ્રામ પર 20 વર્ષની યુવતી સાથે મિત્રતા કરી અને પછી અને પછી પ્રેમનો ઢોંગ કર્યો. તે પછી તેમનો સંબંધ લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યો. ત્યારપછી યુવતીએ એક ભયાનક આરોપ લગાવ્યો હતો. તેણીએ જણાવ્યું કે તે તેની સાથે બળાત્કાર કરતો હતો અને તેને માર મારતો હતો, તેણે યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ પણ કર્યું હતું. જ્યારે વાત બહુ વધી ગઈ તો યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. યુવતીના રિપોર્ટના આધારે પોલીસે હુમલો, બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

જાણો સમગ્ર કહાની

યુવતીએ પોલીસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેણે વર્ષ 2022માં ઈન્સ્ટાગ્રામ પર ભૈયુ નામના યુવક સાથે મિત્રતા કરી હતી. તેની પાસે સોશિયલ મીડિયા પર આ જ નામનું આઈડી પણ હતું. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત થવા લાગી. યુવક ગુના શહેરનો જ રહેવાસી હતો એટલે બંને મળવા લાગ્યા. આ સમય દરમિયાન બંને એક સાથે ફરતા હતા અને સાથે ઘણા ફોટા પણ પડાવ્યા હતા. આ દરમિયાન યુવકે યુવતી સાથે ઘણી વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો જેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે મારપીટ પણ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે તેને 3 મહિના પહેલા જ ખબર પડી હતી કે તેના મોબાઈલમાં ઘણા મુસ્લિમ યુવકોના કોન્ટેક્ટ મળી આવ્યા હતા. આ અંગે યુવતીએ તેની પૂછપરછ કરતાં ભૈયુએ પોતાનું અસલ નામ અરશદ જણાવ્યુ હતું અને ત્યાર બાદ તેની વાસ્તવિકતાની જાણ થતાં તેણે મારા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. યુવકે તેની ગર્લફ્રેન્ડને સૂટ અને બુરખો પહેરવાનું કહ્યું અને તેના પર લગ્ન કરવા માટે દબાણ પણ શરૂ કર્યું. આ ઘટના બાદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો..‘બહેનને મારો પતિ, માંને મારા સસરા ભગાવી ગયા, હવે હું ક્યાં જાવું…’ રોતા રોતા મહિલાએ પોલીસને જણાવી આપવીતી

Back to top button