કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા દિકરાએ સ્ટંટ કરતા રિલ્સ બનાવી, પોલીસે પિતાની ધરપકડ કરી

Text To Speech

વાંકાનેર, 20 જૂન 2024, સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સ્ટંટ કરતા રિલ્સ બની રહ્યાં છે. આ રિલ્સને કારણે અનેક જીંદગીઓ જોખમમાં મુકાઈ રહી છે. ત્યારે પોલીસ પણ આ પ્રકારની રિલ્સ બનાવતા લોકો સામે સક્રિય થઈ ગઈ છે.વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા એક કિશોર બાઈક ઉપર નીકળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાંકાનેર પોલીસે ગુનો નોંધીને કિશોરની પૂછપરછ કરીને તેના પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્ટંટ કરનાર કિશોરના પિતાની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બે દિવસ પહેલાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસેથી નેશનલ હાઈવે ઉપર બાઈક લઈને જઈ રહેલો કિશોર જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. પોલીસે બાઈક નંબર આધારે શોધખોળ હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે બાઈકના માલિક મનસુખ લાખાભાઈ ભાલીયાની ધરપકડ કરી છે.

અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવી શક્યતા હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાઈક લઈને 15 વર્ષનો કિશોર નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક સૂતા સૂતા ચલાવીને જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે કિશોરને ઝડપીને પૂછપરછ કરી તેને તેના વાલીને સોંપી દીધો હતો. નેશનલ હાઈવે રોડ ઉપર સુતા સુતા બાઇક ચલાવીને આ સગીર સ્ટંટ કરતો હતો. ત્યારે કોઈ અકસ્માત કે દુર્ઘટના બને તેના અને અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવી શક્યતા હતી. જેથી પોલીસે કાયદાનો ભંગ કરીને અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકાય તેવા બાઈકના સ્ટંટ કરનારા સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃજસદણ હાઇવે પર ઈનોવા ટ્રીબર સાથે અથડાઈ, 2 લોકોએ જીવ ગુમાવ્યો, 5 ઇજાગ્રસ્ત

Back to top button