ટ્રેન્ડિંગમનોરંજન

શ્રદ્ધા કપૂર પર ચાહકનો ઉભરાણો પ્રેમ, એક્ટ્રેસ આપ્યો ફની જવાબ, કહ્યું- ‘દંડ ભરવો પડશે…’

  • શ્રદ્ધા કપૂર તેની ફિલ્મોની સાથે તેની લવ લાઈફને કારણે હાલ ચર્ચામાં
  • શ્રદ્ધાએ શેર કર્યું લેટેસ્ટ લુક, ચાહકે કર્યું વિચિત્ર રીતે પ્રપોઝ

મુંબઈ, 21 જૂન: શ્રદ્ધા કપૂર બોલિવૂડની સુંદર અને રમતિયાળ સ્વભાવ વાળી અભિનેત્રીઓમાંની એક છે. ‘આશિકી 2’, ‘સાહો’, ‘એક વિલન’, ‘છિછોરે’ અને ‘બાગી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળેલી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ડેટિંગ લાઇફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, ‘સ્ત્રી 2’ અભિનેત્રીએ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે એક તસવીર શેર કરી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચામાં છે. હવે આ બધાની વચ્ચે શ્રદ્ધા કપૂરે તેની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના પછી એક ફેને તેને પ્રપોઝ કર્યું છે.

શ્રદ્ધા કપૂર પર ચાહકનો ઉભરાણો પ્રેમ

સુંદર તસવીરો શેર કરતી વખતે શ્રદ્ધા કપૂરે લખ્યું, ‘વરસાદ કોને ગમે છે?’ તેણીએ તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ વિભાગમાં રમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું અને તેમાંથી કેટલાક યુઝર્સ એવા પણ હતા જેમને અભિનેત્રી તરફથી જવાબ મળ્યો. શ્રદ્ધા કપૂરને અલગ રીતે પ્રપોઝ કરતી વખતે એક ચાહકે લખ્યું, ‘ઈસુ પાણીને શરાબમાં બદલી શકે છે. હું તમને મારી શરાબમાં બદલવા માંગુ છું.’ શ્રદ્ધાએ તેને ફની મૂડમાં જવાબ આપતા કહ્યું કે, ‘આ લાઇન માટે તમારે દંડ ભરવો પડશે.’ બીજાએ ટિપ્પણી કરી, ‘તુમ્હે દેખા તો યે જાના સનમ.’ જેના પર શ્રદ્ધાએ પોતાની ફની સ્ટાઇલમાં જવાબ આપ્યો, ‘પ્યાર હોતા હૈ દીવાના સનમ.’

શ્રદ્ધા કપૂરનો લેટેસ્ટ લુક

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ગુરુવારે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ દિવસોમાં શ્રદ્ધા તેની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ને લઈને ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂર ફ્લોરલ પ્રિન્ટ કોર્ડ સેટમાં આ નવા ચિત્રોમાં ખૂબસૂરત દેખાઈ રહી છે, જે તેણે હોલ્ટર-નેક બ્રેલેટ સાથે પહેરી હતી. તેણીએ નો-મેકઅપ લુક અને પિંક લિપ કલર અને ખુલ્લા હેર સાથે લુક શેર કર્યો હતો.

અહીં જૂઓ તસવીર: 

 

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

સ્ત્રી 2 ક્યારે થશે રિલીઝ?

શ્રદ્ધા કપૂર તેની ફિલ્મોની સાથે તેની લવ લાઈફને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે રાહુલ મોદી સાથેના સંબંધો અને ફિલ્મ ‘સ્ત્રી 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.

આ પણ વાંચો: મિર્ઝાપુર બન્યું મેક્સિકો! કાલિન ભૈયા ગોન, ગુડ્ડુ પંડિત ઓન; સિઝન 3નું ટ્રેલર રિલીઝ

Back to top button