મનોરંજન

આખરે પોનીયિન સેલવાનનું ટ્રેલર આવ્યું સામે,જાણો શું કહ્યું રજનીકાંતએ ?

Text To Speech

મુંબઈ : ઐશ્વર્યા રાય અને સાઉથ સ્ટાર વિક્રમની ફિલ્મ ‘પોનીયિન સેલવાન’નું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મનો ચેન્નાઈમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ફિલ્મના ટ્રેલરની સાથે સાથે ફિલ્મનું સંગીત પણ લોન્ચ કરવામાં આવ્યું. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન મણિરત્નમની ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસર પર રજનીકાંતે કહ્યું કે આ ફિલ્મમાં આ પાત્ર ભજવવા માંગતાં હતાં, પરંતુ દિગ્દર્શક મણિરત્નમે તેમણે પોતાની ફિલ્મનો ભાગ બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

રજનીકાંત ફિલ્મમાં આ પાત્ર ભજવવા માંગતા હતા

સુપરસ્ટાર રજનીકાંતે ટ્રેલર લોન્ચ વખતે મણિરત્નમની પોલ પણ ખુલ્લી પાડી દીધી. રજનીકાંતે કહ્યું, હું પોનીયિન સેલવાનનો ભાગ બનવા માંગતો હતો. મેં મણિરત્નમને પેરિયા પજુવેતરાયરીનું પાત્ર ભજવવા કહ્યું હતું. મેં એમ પણ કહ્યું કે હું આ ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સ કરીશ. પણ મને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, ‘શું તમે ઈચ્છો છો કે તમારા ચાહકો મને ઠપકો આપે? મને લાગે છે કે મણિરત્નમની જગ્યાએ બીજું કોઈ હોત તો તે તૈયાર હોત, પણ મણિરત્નમએ મને ના પાળી દીધી હતી.

આ ફિલ્કમ કયારે થશે રીલીઝ ?

તમને જણાવી દઈએ કે મણિરત્નમની આ ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. જે એક નવલકથા પર આધારિત છે. જેમાં ઐશ્વર્યા પહેલીવાર ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ponniyin selvan

Back to top button