Video: ‘બાબા’ બની મહિલા પાસેથી દક્ષિણા લેતો હતો યુવક, હનુમાન ચાલીસા સંભળાવાનું કહેતા જ ખુલી પોલ!

નવી દિલ્હીઃ 28 ઓગસ્ટ, 2025: Fake Baba Viral Video: રસ્તા પર ‘બાબા’ તરીકે ફરતો દરેક વ્યક્તિ બાબા જ હોય તે જરૂરી નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ તેને પૈસા આપવાની ભૂલ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. ઈન્ટરનેટ પર વાઈરલ એક વીડિયોમાં, એક વ્યક્તિએ આવા જ એક યુવાન ‘બાબા’નો પર્દાફાશ કર્યો છે, જે પહેલા એક મહિલા પાસેથી દક્ષિણા લેતી વખતે કેમેરામાં કેદ થાય છે. બાદમાં, જ્યારે તે વ્યક્તિ તેની પાસે પહોંચે છે, ત્યારે તે ‘હનુમાન ચાલીસા’ પણ વાંચી શકતો નથી.
કથિત ‘બાબા’ પહેલા કહે છે કે તે હનુમાન ચાલીસા જાણતો નથી. પછી વધુ દબાણ કરવામાં આવતા તે કહે છે કે ‘મને ખબર છે, પણ હું તેનો પાઠ નહીં કરું, જો તમે મારી સાથે પ્રેમથી વાત કરો તો જ હું તેનો પાઠ કરીશ.’ જોકે, બાદમાં વીડિયો બનાવનાર વ્યક્તિ પણ પ્રેમથી પ્રયાસ કરે છે, પરંતુ ‘બાબા’ તે કરી શકતો નથી. આ વાઈરલ વીડિયો અંગે, યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં સામાન્ય લોકોને દિલ્હીના દ્વારકા સેક્ટર 12માં ફરતા આવા બાબાઓથી સાવધામ રહેવાની સલાહ આપી રહ્યા છે.
आजकल हरे और नीले बाबा सड़को पर घूम रहे है, इनका मुख्य काम भगवे वस्त्र में पैसा माँगना है।
ऐसे लोगो को एक रुपया ना दे। 👍 pic.twitter.com/LNMYpWO8uT
— Abhinav Mishra (@abhinav_blogger) August 27, 2025
નહીં સંભળાવું, મારવું હોય તો મારી લે…
રસ્તા પર એક મહિલા પાસેથી દક્ષિણા લેતા કથિત ‘બાબા’ને જોઈને, તે વ્યક્તિ કેમેરો લઈને તેની પાસે આવે છે અને તેને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહે છે. પછી બાબા તરીકે દેખાતો છોકરો કહે છે, ‘હું નહીં આવું, પાઠ પણ નહીં સંભળાવું… તારે મારવું હોય તો મારી લે.’આ સાંભળીને, તે વ્યક્તિ કહે છે, ‘તો પછી તમે કેવા બાબા છો?’ બાદમાં તે વ્યક્તિ બાબાને મંદિરે લઈ જાય છે.
આ દરમિયાન, ‘બાબા’ એક જગ્યાએ બેસી જાય છે અને તે વ્યક્તિ તેને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ તે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતો નથી. લગભગ અઢી મિનિટ સુધી, તે વ્યક્તિ બાબાના વેશમાં રહેલા છોકરાને ચાલીસાનો પાઠ કરવાનું કહેતો રહે છે, પરંતુ તે રસ્તો ક્રોસ કરીને જતો રહે છે. છતાં તે ચાલીસાનો પાઠ કરતો નથી. વીડિયોના અંતમાં, તે વ્યક્તિ કહે છે કે આ વ્યક્તિ દિલ્હીના દ્વારકા સેક્ટર 12માં ઇસ્કોન મંદિરની સામે બાબાના વેશમાં ફરી રહ્યો છે.
ભગવા કપડાં પહેરી પૈસા માંગવાનું કામ
આ વીડિયો પોસ્ટ કરતા એક્સ યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘આજકાલ લીલા અને ભૂરા બાબાઓ રસ્તા પર ફરી રહ્યા છે, તેમનો મુખ્ય કામ ભગવા વસ્ત્રમાં પૈસા માંગવાનું છે. આવા લોકોને એક રૂપિયો પણ ન આપવો જોઈએ.’ આ પોસ્ટ પર હજારો યુઝર્સ લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત: વાહન અકસ્માતથી ઈજાના કેસમાં વધારો, દરરોજ સરેરાશ વ્યક્તિનો આંકડો જાણી ચોંકી જશો












