એપ્સ્ટીન ફાઇલ્સમાં મોદીનું નામ! કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ, વિદેશ મંત્રાલયે કહ્યું – બકવાસ છે

અમેરિકી ન્યાય વિભાગે જેફરી એપ્સ્ટીન સંબંધિત લાખો પેજની ફાઇલ્સ જાહેર કર્યા બાદ ભારતના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ ફાઇલ્સમાં આવેલા એક ઈમેઇલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસે આ મુદ્દાને રાષ્ટ્ર માટે શરમજનક ગણાવીને સરકાર પર પ્રહાર કર્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે આ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
અમેરિકી ન્યાય વિભાગે એપ્સ્ટીન કેસ સંબંધિત લગભગ 30 લાખ પેજ, 1.80 લાખ ફોટા અને 2000 વીડિયો જાહેર કર્યા છે. આ બીજી વખત છે જ્યારે આવા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે.
આ દસ્તાવેજોમાં એક ઇમેઇલનો ઉલ્લેખ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેફરી એપ્સ્ટીન પાસેથી સલાહ લીધી હતી. આ ઇમેઇલ મુજબ, ઇઝરાયલની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ (તત્કાલીન ડોનાલ્ડ ટ્રમ્પ)ને ખુશ કરવા માટે ત્યાં કોઈ પ્રકારની ગાન-નૃત્યની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. ઇમેઇલના અંતે “This worked” એટલે કે “આ કામ કરી ગયું” એવું લખેલું છે.
આ ઘટના 2017ની આસપાસની હોવાનું માનવામાં આવે છે. 25-26 જૂન 2017ના રોજ વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારબાદ 4-6 જુલાઈ 2017 દરમિયાન મોદીની ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. આ પહેલી વખત હતું જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાને ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લીધી હતી, તેથી આ મુલાકાતને કૂટનીતિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.
આ મામલે કોંગ્રેસે સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કહ્યું કે, આ રાષ્ટ્ર માટે શરમજનક બાબત છે. તેમણે સવાલ કર્યો કે વડાપ્રધાન એવી વ્યક્તિ પાસેથી સલાહ કેમ લેતા હતા જે માનવ તસ્કરી, યૌન શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં દોષિત છે. તેમણે એ પણ પૂછ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના લાભ માટે ઇઝરાયલમાં ગાન-નૃત્ય કેમ કરાયું?
It is a matter of national shame that Jeffery Epstein – a convicted human trafficker, child sex offender and serial rapist from the USA – wrote that the Prime Minister Narendra Modi took his “advice and danced and sang in Israel for the benefit of the US president. They had met a… pic.twitter.com/3jRXjGLNsS
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) January 31, 2026
એપ્સ્ટીનના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે થોડા અઠવાડિયા પહેલાં મુલાકાત થઈ હતી અને તેણે લખ્યું હતુ- “IT WORKED!” (આ કામ કરી ગયું).
પવન ખેડાએ લખ્યું, આવો દાવો એ ગંભીર સવાલ ઊભો કરે છે કે ભારતના વડાપ્રધાનનો સંપર્ક આવા કલંકિત અને દોષિત વ્યક્તિ સાથે કેવી રીતે થયો. આ મુદ્દો માત્ર રાજકીય નથી, પરંતુ તેમાં ન્યાયબુદ્ધિ, પારદર્શકતા અને કૂટનીતિક શિસ્ત અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
તેમણે આગળ કહ્યું, “હવે સ્પષ્ટ થતું જાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જેફરી એપ્સ્ટીન સાથે સીધા સંબંધો હતા. એપ્સ્ટીનની કુખ્યાત “એલિટ ક્લાયન્ટ લિસ્ટ” જાહેર થવા બાદથી વિશ્વભરમાં રાજકીય અને સામાજિક ઉથલપાથલ મચી છે, અને આ ફાઇલ્સમાં વડાપ્રધાનનું નામ આવવું ભારત માટે અત્યંત શરમજનક બાબત છે. એપ્સ્ટીન અને નરેન્દ્ર મોદી વચ્ચેની આ અસમર્થનીય સંગત રાષ્ટ્રીય ગૌરવ અને ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સાથે જોડાયેલ મુદ્દો છે. આ બાબત પર માત્ર સ્પષ્ટતા નહીં, પરંતુ તાત્કાલિક જવાબદેહી જરૂરી છે. આ સંદર્ભમાં વડાપ્રધાને જાતે આગળ આવીને દેશને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.”
સરકાર તરફથી આ આરોપોનો જવાબ પણ આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે 2017માં વડાપ્રધાનની ઇઝરાયલ મુલાકાત સંપૂર્ણપણે સત્તાવાર હતી. તેમણે કહ્યું કે ઈમેઇલમાં દર્શાવેલી બાકીની વાતો એક દોષિત અપરાધીની બકવાસ છે અને તેને અવગણવી જોઈએ. સરકારના મતે, આવા દાવાઓમાં કોઈ સત્ય નથી.
सुनिए हिंदी में: pic.twitter.com/rT0vYvQByI
— Randhir Jaiswal (@MEAIndia) January 31, 2026
આ મુદ્દા સાથે જોડાયેલો એક વધારાનો સંદર્ભ 2019નો પણ સામે આવ્યો છે. એપ્સ્ટીન અને સ્ટીવ બેનન (ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી) વચ્ચેની વાતચીતમાં મોદીની મુલાકાતનો ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ચર્ચામાં એવું કહેવામાં આવ્યું છે કે મોદીએ વોશિંગ્ટનમાં પોતાની વાત કોઈ સાંભળતું નથી એવી વાત કરી હતી અને ભારતના મુખ્ય દુશ્મન તરીકે ચીન અને તેના પ્રોક્સી પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો.
આ તમામ ખુલાસાઓ બાદ કોંગ્રેસે સરકાર સામે વધુ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પૂછે છે કે ચૂંટણી પહેલાં એપ્સ્ટીન સાથે મુલાકાત કેમ થઈ, સ્ટીવ બેનન સાથે કયા વિઝન પર સહમતિ થઈ અને ગલવાન ઘટનાક્રમ બાદ ચીનને “ક્લીન ચીટ” કેમ અપાઈ. આ મુદ્દો હવે માત્ર રાજકીય આરોપ-પ્રત્યારોપ પૂરતો સીમિત નથી રહ્યો.
રાજકીય વિશ્લેષકોના મતે, આ વિવાદ ભારતની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ, અમેરિકા-ઇઝરાયલ સંબંધો અને વડાપ્રધાનની વૈશ્વિક છબી પર અસર કરી શકે છે. કેટલાક નિરીક્ષકો આને ભારતીય રાજકારણમાં એક મોટા “રાજકીય ભૂકંપ”નો સંકેત પણ ગણાવી રહ્યા છે, ખાસ કરીને આગામી કૂટનીતિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં.
આ પણ વાંચો: બજેટમાં ખુશ થવા જેવું કંઈ નથી… શશિ થરૂરે કહ્યું – ચૂંટણીલક્ષી રાજ્ય હોવા છતાં કેરળની અવગણના કરવામાં આવી












