ચીની પાર્ટ્સ, ભારતીય દિમાગ; India’s Got Latentમાં ‘માયા’ રોબોટે મચાવી ધૂમ
India’s Got Latent: રોબોટ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધી રોબોટ્સ પ્રયોગશાળાઓ (લેબ) અને ફેક્ટરીઓમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેઓ સમય રૈના (samay Raina) ના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ (India’s Got Latent) માં પણ પહોંચી ગયા છે. ખરેખર, શોના નવીનતમ એપિસોડમાં એક રોબોટને પરફોર્મ કરતો જોવામાં આવ્યો, જેનું નામ ‘માયા’ હતું.
જ્યારે માણસોની વચ્ચે સ્ટેજ પર રોબોટની એન્ટ્રી થઈ, ત્યારે જજોથી લઈને દર્શકો સુધીના તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હ્યુમનોઇડ રોબોટ માયાએ તેના ડાન્સ, રેપ બેટલ અને કોમિક ટાઈમિંગથી શોમાં લોકોના દિલ જીતી લીધા હતા. આ રોબોટ બીજો કોઈ નહીં પણ ભારતમાં ઉપલબ્ધ સૌથી વધુ ટ્રેન્ડી Unitree G1 રોબોટ છે. તેને બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ થયો છે. ચાલો, તેના વિશે જાણીએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્ટેજ પર ટેકનિકલ સમસ્યા
રોબોટ બનાવનાર સોહન રાય અને માસ્ટર્સ યુનિયનની ટીમ છેલ્લા એક મહિનાથી ‘માયા’ ને બનાવી રહી હતી. તેમણે કોઈ મોટા પ્લાન વગર અચાનક શો માટે એપ્લાય કરી દીધું હતું. ટીમે ઘણા દિવસો સુધી સતત ઊંઘ્યા વગર કામ કર્યું અને છેલ્લી ઘડીની ટેકનિકલ અડચણોનો સામનો પણ કર્યો. જોકે, આટલી મહેનત પછી પણ સ્ટેજ પર રોબોટ સાથે વાઈ-ફાઈ કનેક્ટિવિટીની સમસ્યા અને ટેકનિકલ ખામી (ગ્લિચ) જોવા મળી હતી.
View this post on Instagram
હાર્ડવેર ચીની કંપનીના
જણાવી દઈએ કે રોબોટ માયાનું હાર્ડવેર ચીનની કંપની Unitree G1 હ્યુમનોઇડ રોબોટ પ્લેટફોર્મ પર આધારિત છે. જોકે, તેનું સોફ્ટવેર, વોઈસ રિસ્પોન્સ, મૂવમેન્ટ અને ડાન્સ સ્ટેપ્સ ટીમે સંપૂર્ણપણે શરૂઆતથી ભારતમાં જાતે જ ડેવલપ અને ટ્રેન કર્યા છે. તેને અંદાજિત 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:મક્કા કરાર બાદ તુર્કીની SCOમાં એન્ટ્રીની તૈયારી, ભારત આપશે મંજૂરી?
શાનદાર પરફોર્મન્સ
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આ એપિસોડમાં જજ પેનલ પર સમય રૈના સાથે રાખખી સાવંત, અશ્નીર ગ્રોવર, બલરાજ ઘઈ અને કુશાગ્ર શ્રીવાસ્તવ હાજર હતા. માયાએ સ્ટેજ પર આવીને પોતાનું નામ જણાવ્યું અને કહ્યું કે તે 2047 માંથી આવી છે. માયાએ જજો સાથે ડાન્સ કર્યો અને સમય રૈના સાથે રેપ બેટલ પણ કર્યું. ભલે સ્ટેજ પર વાઈ-ફાઈની સમસ્યાને કારણે માયા તેની ક્ષમતાઓનું 100% પ્રદર્શન ન કરી શકી, પરંતુ તેણે પોતાની બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
આ પણ વાંચો:ઉદિત નારાયણના અવાજની ઝલક આપતા નિસાર વાયનાડનું 44 વર્ષે નિધન












