Sunil Grover House: સુનીલ ગ્રોવરના ઘરના ખાસ રૂમની અંદરની કહાની
Sunil Grover House: પોતાની લાજવાબ કોમેડી અને દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનારા સુનીલ ગ્રોવરે (Sunil Grover) મુંબઈમાં પોતાના સુંદર અને આલિશાન ઘરની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. પોતાના આલીશાન ઘરની ટૂર કરાવતાં સુનીલે શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે તેઓ એક રૂમ-રસોડા (1 RK) વાળા ભાડાના ફ્લેટમાં રહેતા હતા, જ્યારે આજે તેઓ એક ભવ્ય બે માળના ઘરમાં રહે છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંથી એ વિસ્તારો પણ નજરે પડે છે જ્યાં તેમણે પોતાના શરૂઆતના સંઘર્ષપૂર્ણ દિવસો વિતાવ્યા હતા.
સાઉન્ડપ્રૂફ રૂમ શા માટે બનાવ્યો?
સુનીલ ગ્રોવરના ઘરમાં એક વિશેષ સાઉન્ડપ્રૂફ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

વોઇસ-ઓવરના દિવસોની યાદ: આ રૂમ તેમને પોતાના જૂના વોઇસ-ઓવર અને રેડિયોના દિવસોની યાદ અપાવે છે. સુનીલે જણાવ્યું કે તેઓ કારકિર્દીના શરૂઆતના તબક્કામાં વૉઇસ રેકોર્ડિંગનું કામ કરતા હતા, તેથી આ રૂમમાં આવતાં જ તેમને એ સંઘર્ષના દિવસો જીવંત થઈ જાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો:યુક્રેને રશિયા પર સૌથી મોટો હુમલો કર્યો, 1,000થી વધુ ડ્રોન ફાયરમાં 2 ના મોત
ભૂતકાળની ઝાંખી: ઘરમાં એક એવી જગ્યા પણ છે જ્યાં ઊભા રહેતાં જ આસપાસના એ વિસ્તારો દેખાય છે જ્યાં તેઓ અગાઉ ભાડે રહેતા હતા. સુનીલના મતે, ત્યાં ઊભા રહેતાં સમગ્ર જીવનની સફર કોઈ ફોટો આલ્બમની જેમ આંખો સમક્ષ ફરી વળે છે.

‘સુખને ઘરના કાર્પેટ એરિયાથી માપી ન શકાય’
ઘર વિશે વાત કરતાં સુનીલ ગ્રોવરે એક અત્યંત પ્રેરણાદાયી વિચાર રજૂ કર્યો હતો
“જ્યારે હું એક રૂમના ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે પણ એટલો જ ખુશ હતો અને આજે આટલા મોટા ઘરમાં છું ત્યારે પણ ખુશ છું. જીવનમાં સમય સાથે ધીમે-ધીમે એક બેડરૂમમાંથી બે અને પછી મોટું ઘર બની શકે છે, પરંતુ તેનાથી ખુશીઓને માપી શકાતી નથી. કાર્પેટ એરિયા માત્ર મકાનનો વિસ્તાર દર્શાવે છે, પરિવારની ખુશીઓ નહીં. ઘરની સાચી ઓળખ ઈંટો-સિમેન્ટથી નહીં પરંતુ ત્યાં રહેતા લોકોથી બને છે. માતા-પિતા, પત્ની, બાળકો અને પોતાના સ્વજનોનો સાથ હોય ત્યારે જ સાચું ઘર બને છે.”
આ પણ વાંચો:‘નેશનલ ક્રશ’ ઋષભ સિંહ સંબ્યાલે જ જણાવ્યું કે કેવી રીતે બને છે રાષ્ટ્રપતિના ADC!












