સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની સુપરનેચરલ થ્રિલર “ધ વન” નું ટ્રેલર આઉટ: દર્શકોમાં ભારે ઉત્સાહ

The Vvaan Trailer: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની બહુપ્રતિક્ષિત સુપરનેચરલ થ્રિલર ફિલ્મ “ધ વન” ઘણા સમયથી ચર્ચામાં છે. લાંબી રાહ જોયા બાદ આખરે 16 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. જો દર્શકો સિદ્ધાર્થ મલ્હોત્રાને માત્ર રોમેન્ટિક કે એક્શન રોલમાં જ જોવા ટેવાયેલા હોય, તો આ ફિલ્મ તેમનો દૃષ્ટિકોણ બદલી નાખશે.
સસ્પેન્સથી ભરપૂર વાર્તા
ફિલ્મનું ટ્રેલર એક અત્યંત ગાઢ અને રહસ્યમય જંગલથી શરૂ થાય છે, જ્યાં સામાન્ય લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. વાર્તા ભારતીય લોકકથાઓ અને અંધશ્રદ્ધાની આસપાસ વણાયેલી જોવા મળે છે, જેમાં કાળી શક્તિઓનો પડછાયો અને દેવીનું રૂપ બંને ભયાનક રીતે દર્શાવાયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે આ રહસ્યમય ઘટનાઓ પાછળનું સત્ય શોધવા એવા જંગલમાં જાય છે જ્યાંથી કોઈ ક્યારેય પાછું ફર્યું નથી.
તમન્ના ભાટિયાનો પ્રભાવશાળી લુક
ફિલ્મમાં તમન્ના ભાટિયાનો લુક પણ ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી છે. ટ્રેલરમાં દર્શાવાયેલો છઠ પૂજાનો દ્રશ્ય મોટા પડદા પર પૂર્વાંચલ અને બિહારની સમૃદ્ધ સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરે છે. સિદ્ધાર્થ અને તમન્ના ઉપરાંત આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને મનીષ પોલ જેવા જાણીતા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, જે ફિલ્મના રોમાંચને બમણો કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
“પંચાયત” ના ડિરેક્ટરનું નિર્દેશન
આ ફિલ્મનું નિર્દેશન વેબ સિરીઝ “પંચાયત” ના નિર્દેશક દીપક કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. બાલાજી મોશન પિક્ચર્સ અને ધ વાયરલ ફીવર (TVF) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ લોકકથા-કાલ્પનિક અને હોરર-થ્રિલરનું એક અનોખું મિશ્રણ છે. આ સુપરનેચરલ થ્રિલર 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે. સિદ્ધાર્થના આ નવા અને અણધારેલા અવતારને જોઈને ફેન્સ તેને તેની કારકિર્દીની સૌથી બોલ્ડ ફિલ્મ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024થી કરાશે સન્માનિત, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન












