ઇમરાન ખાન જ નહીં, આ 7 સ્ટાર્સ પાસે પણ છે બે દેશની નાગરિકતા!
Entertainment News: બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મુંબઈ પોલીસે તેમને દેશ છોડવા અંગે નોટિસ પાઠવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. થોડા દિવસ પહેલાં મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઇમરાન ખાન પણ સામેલ થયા હતા. આ પ્રદર્શન બાદ તેમની અમેરિકન નાગરિકતાનો ઉલ્લેખ કરીને પોલીસે તેમને નોટિસ પાઠવી હોવાનું કહેવાય છે.
આ ચર્ચા વચ્ચે ચાલો જાણીએ એવા 7 જાણીતા ફિલ્મી કલાકારો વિશે, જેમની પાસે વિદેશી નાગરિકતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ યાદીમાં પાંચમા ક્રમે એવી સુંદર અભિનેત્રી છે, જે તાજેતરમાં માતા બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1. ઇમરાન ખાન
આ યાદીની શરૂઆત બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનથી થાય છે. તેમનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસન શહેરમાં થયો હતો. અહેવાલ મુજબ, તેમની પાસે અમેરિકાની નાગરિકતા અને પાસપોર્ટ છે.

મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાયેલા CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ મુંબઈ પોલીસે તેમને નોટિસ પાઠવી હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, વિઝા નિયમોના કથિત ઉલ્લંઘનના મામલે તેમને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે.
2. અક્ષય કુમાર

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર લાંબા સમય સુધી કેનેડાની નાગરિકતા ધરાવતા હતા. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થતી હતી. જોકે, બાદમાં તેમણે ભારતીય નાગરિકતા ફરી મેળવી હતી.
3. આલિયા ભટ્ટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેમની માતા સોની રાઝદાનનો જન્મ બ્રિટનમાં થયો હતો. આલિયા ભારતીય ફિલ્મોમાં સક્રિય છે અને તેમની ફિલ્મો દ્વારા સતત ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો: ગાંધીનગરના છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી હાહાકાર, 4નાં મોત
4. કેટરીના કૈફ

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કૈફ પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેમનો જન્મ હોંગકોંગમાં થયો હતો. વિદેશી નાગરિકતા ધરાવતા હોવા છતાં તેમણે હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે અને અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.
5. દીપિકા પાદુકોણ

પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી વિશ્વભરમાં ઓળખ મેળવનારી દીપિકા પાદુકોણનો જન્મ ડેનમાર્કના કોપનહેગન શહેરમાં થયો હતો. તેઓ તાજેતરમાં માતૃત્વનો આનંદ માણી રહ્યાં છે. દીપિકા પોતાની અંગત અને વ્યાવસાયિક જિંદગીને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.
6. નરગિસ ફખરી

ફિલ્મ ‘રોકસ્ટાર’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર નરગિસ ફખરી પાસે અમેરિકાની નાગરિકતા છે. તેમનો જન્મ અને ઉછેર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થયો હતો. તેઓ અમેરિકન મોડલ અને અભિનેત્રી તરીકે પણ ઓળખાય છે.
7. નોરા ફતેહી

બોલિવૂડમાં પોતાના શાનદાર ડાન્સ અને અભિનયથી ઓળખ બનાવનાર નોરા ફતેહી પાસે કેનેડાની નાગરિકતા છે. તેમનો જન્મ કેનેડાના ટોરોન્ટો શહેરમાં થયો હતો. તેઓ મોરોક્કન-કેનેડિયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને હાલમાં મુંબઈમાં રહીને હિન્દી ફિલ્મોમાં સક્રિય છે.












