મનોરંજન

બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ: ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ ‘ઈઠા’ માટે PVR INOX એ કરી ₹90 કરોડની ઐતિહાસિક ડીલ!

Eetha PVR INOX Distribution Rights: બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી 2’ ની જબરદસ્ત સફળતા બાદ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઈઠા’ સાથે મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના પ્રખ્યાત લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના સાહસિક અને પ્રેરણાદાયી જીવન પર આધારિત છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આગામી 4 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર આ ફિલ્મ તેની ભવ્યતા, મરાઠી સંસ્કૃતિના જીવંત ચિત્રણ અને શ્રદ્ધા કપૂરના અનન્ય અવતારને કારણે બોક્સ ઓફિસ પર મોટો કમાલ કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

₹90 કરોડમાં વેચાયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એક અહેવાલ મુજબ, PVR INOX એ ‘ઈઠા’ ના થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹90 કરોડની માતબર રકમમાં હસ્તગત કર્યા છે. કોઈપણ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ માટે આટલી મોટી રકમમાં થયેલી આ ડીલ એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. વિતરકોએ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો તેને વર્ષ 2026 ની ‘ડાર્ક હોર્સ’ માની રહ્યા છે.

શ્રદ્ધા કપૂર અને લક્ષ્મણ ઉતેકરની પ્રથમ જુગલબંધી

આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા કપૂર અને ખ્યાતનામ દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર પ્રથમ વખત એકસાથે કામ કરી રહ્યા છે. આ પહેલા લક્ષ્મણ ઉતેકરે સુપરહિટ ફિલ્મ ‘છાવા’ નું દિગ્દર્શન કર્યું હતું. મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હુડા, મોહમ્મદ ઝીશાન અયુબ અને સિદ્ધાર્થ જાધવ જેવા દમદાર કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત અજય-અતુલની જોડી દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જે ફિલ્મના સૌથી મજબૂત પાસાઓમાંથી એક માનવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્ટેજ પર પ્રસૂતિ છતાં પર્ફોર્મન્સ ચાલુ રાખ્યું

ફિલ્મની વાર્તા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં જન્મેલા મહાન કલાકાર વિઠાબાઈના જીવન પર આધારિત છે. કલાકારોના પરિવારમાં જન્મેલા વિઠાબાઈ કોઈ પણ ઔપચારિક તાલીમ વિના નાની ઉંમરથી જ સ્ટેજ પર અદ્ભુત પ્રદર્શન કરતા હતા. તેમના જીવનની સૌથી અવિશ્વસનીય ઘટના એ હતી કે સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમિયાન તેમને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી. તેઓ સ્ટેજની પાછળ ગયા, જ્યાં બાળકીને જન્મ આપીને પથ્થરથી નાળ કાપી અને તુરંત જ સ્ટેજ પર પરત ફરીને પોતાનું પરફોર્મન્સ પૂરું કર્યું હતું. આ અદ્ભુત સાહસ અને સમર્પણની ગાથા હવે ‘ઈઠા’ દ્વારા મોટા પડદા પર જીવંત થશે.

આ પણ વાંચો: ‘ભાગ્યલક્ષ્મી’ ફેમ એક્ટ્રેસ માએરા મિશ્રા બની માતા, પતિ-દીકરી સાથે શેર કર્યા ફોટો

Back to top button